તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વીજતંત્રની બેદરકારી:દ્વારકામાં ખુલ્લી ફયૂઝ પેટીથી અકસ્માતની ભીતિ

ભાટીયાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ત્રણ બત્તી ચોક પાસે 11 કેવીની વીજલાઈન પાસે અનેક કેબલ વાયરની ગુંચો

યાત્રાધામ દ્વારકાના ત્રણ બતી ચોક જેવા સતત ધમધમતા ભરચકક એરીયામાં જુદી જુદી બે ભારે વિજપ્રવાહવાળી લાઇનો પસાર થાય છે. જેમાં અગીયાર કેવીની હેવી વિજલાઇનનો સમાવેશ થાય છે.જેની આસપાસ અનેક અન્ય કેબલ સર્વિસોના વાયરોની ગુંચ જોવા મળે છે.જે કયારેક મોટા અકસ્માતનુ કારણ બની શકે એવી ભિતી જાણકારો દર્શાવી રહયા છે.

દરરોજ સેંકડો યાત્રાળુઓની અવર જવર ધરાવતા યાત્રાધામ દ્વારકાના હાર્દસમા ત્રણ બતી ચોક વિસ્તારમાં રસ્તાની સામેની બાજુથી અગીયાર કેવીની ભારે પ્રવાહની વિજલાઇન પસાર થઇ રહી છે.જેની આસપાસ જ અનેક કેબલ લાઇનો સહિતની સર્વિસો આવી છે.આટલુ જ નહી, આ વાયરોની ગુંચ અગીયાર કેવીની તદન નજીક અને નીચે જોવા મળે છે.જે કયારેક ભારે વિજપ્રવાહની લાઇનની અસર તળે કોઇ અકસ્માતનુ પણ કારણ બની શકે એવી ભીતિ જાણકારો દર્શાવી રહયા છે.

જોકે,વિજતંત્રને હજુ આવી બાબતો બીલકુલ દેખાતી ન હોવાનુ ચિત્ર ઉપસી રહયુ છે.શહેરમાં અન્ય જગ્યાઓ પર પણ વિજ પોલ પર અન્ય વાયરોની ગુંચોનો જમાવડો જોવા મળે છે.શહેરમાં અનેક અન્ય જગ્યાએ પણ ટીસીની નીચે ફયુઝ માટેની પેટીઓ ખુલ્લી પડી છે. એટલુ જ નહી, આ પેટીઓ એટલી હદે નીચી છે કે, બાળકો કે પશુઓ આસાનીથી તેને અડકી જઈ કોઈ અકસ્માતનો ભોગ બની શકે છે.શહેરમા અનેક જગ્યા પર આ રીતે ભયગ્રસ્ત રીતે સાધનો ગોઠવાયેલા જોવા મળે છે.ત્યારે ત્તંત્ર વારંવાર પ્રિ મોન્સુન કામગીરીના બહાના હેઠળ વીજપ્રવાહ અટકાવતુ હોય છે ત્યારે લોકોના મનમા એ પ્રશ્ન ઉભો થાય છે કે તંત્રને શુ આ કામો નહી દેખાતા હોય..?

અન્ય સમાચારો પણ છે...