તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિરોધ:મીઠાપુરમાં ખાનગી કંપની દ્વારા પ્રદૂષણના આક્ષેપ સાથે ઉપવાસ

દ્વારકા25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • દ્વારકામાં દેવપરાના આધેડ દ્વારા આમરણાંત ઉપવાસના મંડાણ

મીઠાપુર ખાતે સ્થિત ટાટા કંપનીના કથિત પ્રદુષણની ફરીયાદના મામલે દેવપરાના આઘેડ સોમવારથી અન્ન જળનો ત્યાગ કરીપ્રાંત કચેરી-દ્વારકા પાસે આમરણાંત ઉપવાસના મંડાણ કર્યા છે. દ્વારકા જિલ્લાના દેવપરા ગામે રહેતા દેવરામભાઇ વાલાભાઇ ઘોડા નામના આધેડ દ્વારા કરાયેલી રજુઆતમાં તેઓ દ્વારા અગાઉ ટાટા કંપની દ્વારા પ્રદુષણ ફેલાવાતુ હોવા અંગે રજુઆતો કરી હતી.

આમ છતા કથિત પ્રદુષણ અટકયુ ન હોવાનુ જણાવીને ગામ લોકોના સ્વાસ્થ્ય સાથે અસરકર્તા પરીબળ અંગે નકકર નિકાલની માંગ સાથે સોમવાર તા.23મીથી ફરી આમરણાંત ઉપવાસના મંડાણ કર્યા છે.તેમણે પ્રદુષણ મામલે કોઇ પગલા લેવામાં આવતા ન હોવાનો આક્ષેપ પણ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...