પ્રી મોન્સૂન કામગીરીની પોલ છતી થઈ:દ્વારકાના કોરડા ગામમાં આવેલ ગોમતી ડેમમાંથી નાની કેનાલો દ્વારા આપવામાં આવતું પાણી બંધ કરાતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા

દ્વારકાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સિંચાઇ વિભાગની ઘોર બેદરકારીથી ભારે હાલાકીમાં ખેડુતો મૂકાયા : છતે પાણીએ સુકા પડ્યા ખેડૂતોના રવિ પાક
  • જો પાણી નહીં આપવામાં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલનની ચીમકી આપતા ખેડૂતો : વર્ષો પુરાણા ડેમની કેનાલના દરવાજા ખરાબ થતા, માટી નાખી કેનાલો કરાઇ બંધ

દ્વારકાના કોરળા ગામે વર્ષો પુરાણું ગોમતી ડેમ આવેલ છે. આ ડેમમાંથી કોરાળા, દ્વારકા તથા આજુબાજુના વિસ્તારના ખેડૂતો સિંચાઈનું પાણી ઉપયોગમાં લઇ ખેતી કરતા આવ્યા છે. પરંતુ દ્વારકાના તથા કોરાળાના અમુક ખેડૂતોને ગોમતી ડેમનું પાણી બંધ કરાતા મોટી સંખ્યામાં ખેડુતો દ્વારા સિંચાઇ વિભાગ કચેરીએ ધામા નાખવામાં આવ્યા હતા અને લોકોએ ફરિયાદ હતી કે, ગોમતી ડેમમાંથી નાની કેનાલો દ્વારા સિંચાઈ માટે આપવામાં આવતું પાણી બંધ કરી નાંખવામાં આવતા રવિ પાક લેવામાં ખેડૂતોને મુશ્કેલી પડી રહી છે તથા તેમનો ઉભો મોલ પણ સુકાઈ જવાની ભીતિ છે.

દ્વારકાના કોરળા ગામની સીમમાં ગાયકવાડ સરકાર સમયનો ડેમ આવેલ છે. જેમાંથી કોરાળા, દ્વારકા તથા આસપાસના ખેડુતો માટે આ ડેમ માંથી નાની કેનાલો બનાવવામાં આવેલ છે. જે કેનાલોનું સંચાલન સિંચાઇ વિભાગ કરે છે. આ વિભાગ દ્વારા વરસાદ પહેલા પ્રી મોન્સૂન કામગીરી કરવામાં આવતી હોય છે. પરંતુ આ ડેમના કેનાલોના દરવાજા વર્ષો પુરાણા હોય, હાલ ખરાબ થઈ જતા, તેમાથી પાણીનો વેડફાટ થઈ રહ્યો હોય, સિંચાઇ વિભાગ દ્વારા માટી નાખી આ દરવાજા બંધ કરાયા છે. પરંતું સિંચાઇ વિભાગ ની બેદરકારી ના લીધે ખેડૂતો હેરાન થયા છે. દ્વારકાના કોરડા ગામ ખાતે આવેલ ગોમતી ડેમમાંથી નાની કેનાલો દ્વારા આપવામાં આવતું પાણી બંધ કરાતા ખેડૂતોને મુશ્કેલીમાં મુકાયા.

ખેડૂતોને જો પાણી જોઈતું હોય તો તેઓ પાઈપ લાઈન નાખી લઇ શકે છે
આ પાણી બંધ કરવાની ફરજ એટલા માટે પડી છે કોરાળાના પૂર્વ સરપંચ દ્વારા લેખીત જણાવવામાં આવ્યું હતું કે ગોમતી ડેમમાંથી નાની ચેનલો દ્વારા દ્વારકા તથા આજુબાજુના ખેડૂતોને સિંચાઈ માટે પાણી આપવામાં આવે છે પરંતુ ડેમનો દરવાજો ખરાબ થતાં તેમાંથી હજારો લીટર પાણી નાની કેનાલ દ્વારા નીકળી જતા તે પાણીનો વેડફાટ થાય છે. જેના હિસાબે ડેમનું પાણી પણ ખાલી થઈ શકે તેમ છે. જેથી સિંચાઇ વિભાગ દ્વારા તપાસ કરાતા, આ ડેમના પાણીનો ખોટો વ્યર્થ ન થાય તે માટે ડેમના દરવાજા પાસે માટી નાખી આ ડેમનું પાણી બંધ કરવામાં આવેલ છે. પરંતુ આજુબાજુના ખેડૂતોને જો પાણી જોઈતું હોય તો તેઓ પાઈપ લાઈન નાખી ડેમમાંથી પાણી લઈ શકે છે. > વિવેક, આસિસ્ટન્ટ એન્જિનિયર, સિંચાઇ વિભાગ.

અન્ય સમાચારો પણ છે...