તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

નિંભર તંત્ર:બેટ-દ્વારકામાં વીજ સમસ્યાથી ત્રાહિત મહિલાઓએ વીજકચેરીએ હંગામો મચાવ્યો

દ્વારકાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 10 વર્ષ જૂનો અંડરગ્રાઉન્ડ કેબલ બદલાવવો જરૂરી છતાં સાંધા કરીને ચલાવાય છે

દ્વારકાના બેટદ્વારકામાં વસવાટ કરતા લોકો માટે પીજીવીસીએલ તંત્ર દ્વારા ઓખાથી સમુદ્રમાં અંડરગ્રાઉન્ડ કેબલ પસાર કરીને વીજ પુરવઠો પુરો પાડવામાં આવે છે.દશ વર્ષ પૂર્વે નંખાયેલ અંડરગ્રાન્ડ કેબલ હાલ અનેક જગ્યાએ તૂટેલ છે.નવા કેબલની તાતી જરૂરિયા છતા પણ પીજીવીસીએલ તંત્ર દાયકા જુના કેબલમાં સાંધા મારીને ગાડુ ગબડાવે છે.પરિણામે બેટદ્વારકામાં વારંવાર વીજધાંધિયા થાય છે.વારંવાર વીજધાંધિયાથી કંટાળી બેટદ્વારકાની મહિલાઓએ વીજકચેરીએ હંગામો મચાવ્યો હતો.

અનેક સમસ્યાઓથી ધેરાયેલ બેટદ્રારકામાં અંદાજીત 15000 જેટલી માનવ વસ્તી વસવાટ કરે છે.આધુનિક યુગમાં પણ બેટદ્વારકામાં અનેક સમસ્યઓથી સ્થાનિક લોકો પીડાઇ રહ્યા છે.બેટદ્વારકા સુધી પીજીવીસીએલ દ્વારા વીજળી પુરી પાડવા વર્ષ 2009માં સમુદ્રમાં અંડરગ્રાઉન્ડ કેબલ પસાર કરીને વીજપુરવઠો પુરો પાડવામાં આવ્યો છે.આ અંડરગ્રાઉન્ડ કેબલ દાયકા જુનો હોવાથી હાલ ઠેક ઠેકાણે સાંધા છે. પરિણામે સમુદ્રમાંથી પસાર થતી માછીમારી બોટોની ઠોકરના લીધે વારંવાર કેબલ તૂટી જાય છે.રિપેરીંગમાં દિવસો વીતી જવાથી બેટદ્વારકામાં વીજળી દિવસો સુધી ગુલ રહે છે. બે દિવસથી બેટદ્વારકામાં વીજળીના હાઇ-લો વોલ્ટેજના ધાંધિયાથી ઇલેકટ્રીક ઉપકરણો બરી જતા ભારે રોષ છે. અંડરગ્રાઉન્ડ કેબલ બદલવાની તાતી જરૂરિયાત છતા બદલવામાં ન આવતા આ સમસ્યા હવે કાયમીની બની છે.ત્યારે કંટાળેલી મહિલાઓએ વીજકચેરીનો ઘેરાવ કરતા તંત્ર દ્વારા તાત્કાલીક રિપેરિંગ કામગીરી હાથ ધરવામાં આવી હતી.

નવા કેબલ માટે દરખાસ્ત મોકલી આપી છે
આ ઓખાથી બેટદ્વારકા સમુદ્રમાં અંડરગ્રાઉન્ડ કેબલ દશ વર્ષ જુનો છે.જેને બદલી નવા કેબલની માંગ સાથે વડી કચેરીમાં દરખાસ્ત મોકલી આપી છે. > એમ.ડી. પટેલ, ઓખા પીજીવીસીએલ કાર્યપાલક ઇજનેર

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- તમે તમારા વિશ્વાસ તથા કાર્ય ક્ષમતા દ્વારા સ્થિતિઓ વધારે સારું જાળવી રાખવાનો પ્રયાસ કરો અને સફળતા પણ પ્રાપ્ત થશે. કોઇ પ્રકારનો પ્રોપર્ટી સંબંધી જો કોઇ મામલો અટવાયેલો છે તો આજે તેના ઉપર તમારું...

વધુ વાંચો