નગરપાલિકાની ચૂંટણી:ઓખા નગરપાલિકાની ચૂંટણી પ્રક્રિયા, ભાજપના તમામ ઉમેદવારોએ ફોર્મ ભર્યા

દ્રારકાએક મહિનો પહેલા
  • કૉપી લિંક

ઓખા નગરપાલિકાની સામાન્ય ચુંટણી અંતર્ગત 173 જેટલા ફોર્મ ઉપાડવામાં આવ્યા હતા જે પૈકી ભાજપાના ઉમેદવારો સહિત શુક્રવારે 54 ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા.કાલે ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ રહેશે. ઓખા નગર પાલિકાની સામાન્ય ચુંટણી પ્રક્રિયા ચાલી રહી છે જેમાં ભાજપના તમામ ઉમેદવારોએ આજે વિજય મુર્હુતમાં ફોર્મ ભર્યા હતા.

ઓખા નગર પાલિકાની સામાન્ય ચૂંટણીના ઉમેદવારી ફોર્મ ભાજપના ઉમેદવારોએ તા.17-9ના સવારના 10 કલાકના વિજય મહુર્ત (પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિન) ભરવામાં આવ્યા હતા. જેમા તમામ ઉમેદવાર પોતાના ટેકેદારો દરખાસ્તદારો સાથે હાજર રહ્યા હતા. પક્ષના હોદેદારોની હાજરીમાં પાલિકાની તમામ બેઠકો પર પોતાના ઉમેદવારોના ફોર્મ ભર્યા હતા.

અન્ય સમાચારો પણ છે...