નિર્ણય:યાત્રાધામ દ્વારકામાં જનાક્રોશ બાદ જાહેરમાં ઈંડા અને નોનવેજની લારીઓ દુર કરાઈ

દ્વારકા13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સ્થાનિક તંત્રએ સંબંધિત વિક્રેતાઓને સમજાવ્યા, લારીધારકોએ અન્યત્ર લારીઓ ખસેડી લીધી
  • હિન્દુ ધર્મપ્રેમીઓમાં ખુશી પ્રસરી: શારદામઠના સ્વામીજી દ્વારા રવિવારે પ્રેસ યોજી માંગણી ઉઠાવાઈ’તી

યાત્રાધામ દ્વારકામાં લાંબા સમયથી જાહેરમાં નોનવેજની લારીઓ પર પ્રતિબંધ લાદવાની માંગ સાથે શારદામઠના સ્વામીજીની એક વર્ષથી મહેનત આખરે રંગ લાવી હતી. શારદામઠના બ્રહ્મચારી નારાયણનંદજી સ્વામીજીએ રવિવારે પ્રેસ યોજીને જાહેરમાં ઈંડા તથા નોનવેજ લારીઓ દૂર કરવાની માંગ કરી હતી.જેમાં સોમવારે તંત્ર હરકતમાં આવતા ઈંડાની લારીઓના માલિકોને સમજાવી રાતોરાત અન્યત્ર ખસેડવામાં આવી હતી. જેથી સનાતન ધર્મીઓમાં ખુશીની લહેર વ્યાપી ગઈ હતી.

હાલ રાજ્યના બરોડા રાજકોટ જામનગર મેયરના દ્વારા જાહેરમાં રહેલી ઇંડા-નોનવેજ લારીઓ પણ પ્રતિબંધ લાદવા કાર્યવાહી હાથ ધરાયા બાદ યાત્રાધામ દ્વારકામાં જાહેર માર્ગ પર નોનવેજ તથા ઈંડાની લારીઓ દુર કરાઇ હોવાનુ સામે આવ્યુ છે. હિન્દુ તીર્થધામ ખાતે જાહેરમાં નોનવેજ, ઈંડાનું વેચાણ જોઈ આવતા ભક્તોની તેમની ધાર્મિકતાને ઠેસ પહોંચતી હોય છે. જેથી શારદામઠના સ્વામી બ્રહ્મચારી નારાયણનંદજીએ એક વર્ષ અગાઉ બસ સ્ટેન્ડ પાસે નોનવેજની અનેક લારીઓ આવેલી હોય તેમને તે જગ્યાએથી ખસેડી દ્વારકા શહેરની બહાર લઈ જવા માંગણી કરી હતી. તંત્રની નિષ્ક્રીયતાના પગલે સ્વામીજીએ દુઃખની લાગણી વ્યક્ત કરી હતી.

સોમવારે તેઓએ પ્રેસ યોજી રાજકોટ,જામનગર સહિત રાજ્યમાં અનેક જગ્યાએ જાહેરમાં વેચાતા ઈંડાની લારીઓને દૂર કરવાની કાર્યવાહી શરૂ થતા દ્વારકા યાત્રાધામ હોય તેથી અહીં આ લારીઓને દૂર કરવા માગણી કરી હતી. સ્થાનિક તંત્ર દ્વારા આ માંગણીને સ્વીકારી દ્વારકામાં જગતમંદિરના દર્શન કરી રૂક્ષ્મણી મંદિર દર્શન કરવા જતા રસ્તામાં આવતી ઈંડાની લારીઓના માલિકોને સમજાવી અન્ય જગ્યાએ ખસેડી લેવા જણાવ્યું હતું અને લારીના માલિકોએ પોતાની લારીયો ત્યાંથી ઉપાડી અન્ય ખસેડતા હિન્દુ ધર્મીઓમાં ખુશીની લહેર વ્યાપી ગઇ હતી.

અન્ય સમાચારો પણ છે...