તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
દ્વારકાના જગત મંદિરની સામે આવેલા પંચકુઇ વિસ્તારને જોડવા માટે ગોમતી નદી પર 2011ના મે મહિનામાં સુદામા સેતુનું નિર્માણ કરાયું હતું, જેના નિયમન-જાળવણી માટે કલેક્ટરના અધ્યક્ષસ્થાને સુદામા સેતુ સેવા સોસાયટીની રચના કરાઈ છે. પગપાળા જ જઈ શકાય એવા આખા દેશના પુલોમાંથી દ્વારકાનો આ બ્રિજ સૌથી પહોળે કોબલ સ્ટેઈડ બ્રિજ છે.
ઋષિકેશમાં આવેલ લક્ષ્મણઝુલા 1.5 મીટર તથા રામઝુલા 1.8 મીટરની પહોળાઈ ધરાવે છે. જ્યારે દ્વારકાનો સુદામા પુલ કુલ 166 મીટર લંબાઈ અને 2.4 મીટર પહોળાઈ ધરાવે છે. 7.42 કરોડના ખર્ચે બનેલો આ પુલ એક સાથે 25 હજાર સુધીની સંખ્યામાં યાત્રાળુઓની અવર-જવરને ઝીલી શકે એટલો મજબૂત છે, તેને કાટ ન લાગે તે માટે મુખ્ય કેબલ તથા સાઈડના કેબલની અંદર જેલી ભરીને ડિઝાઈન કરાયો છે. જમીનથી લગભગ 21 મીટરની ઊંચાઈએ કેબલના ટેકા માટેનું પાયોલિન સ્ટ્રકચર પર ઉભુ કરાયું છે. જમીનમાં 17 મીટર ઊંડા પાયા લઈ જવાયા છે. આ પુલના નિર્માણમાં આશરે 1400 ઘન મીટર કોંક્રિટ તથા 200 ટન સ્ટીલનો ઉપયોગ થયો છે.
ફેક્ટ ફાઈલ ખર્ચ - 7.42 કરોડ સ્ટીલનો ઉપયોગ - 200 ટન પહોળાઈ - 2.4 મીટર લંબાઈ - 166 મીટર
પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.