મેઘમહેર:દ્વારકાધીશનું ધામ જાણે ટાપુમાં ફેરવાયું

દ્વારકા2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
દ્વારકાનું વિહંગાવલોકન - Divya Bhaskar
દ્વારકાનું વિહંગાવલોકન

દ્વારકામાં સતત ત્રીજા દિવસેઅવીરત વરસાદ વરસી રહ્યો છે. ભારે પવનની સાથે વરસાદ વરસતા લોકોના ધરમાં પાણી ભરાઇ ગયા હતા.ભારે પવનના હીસાબે રાત્રીના સમયે જગત મંદિરના શીખરનો ધ્વજાદંડનો વાંસ તુટી ગયો હતો.દ્વારકામાં રવીવારના રાત્રીથી શરૂ થયેલ વરસાદ મંગળવાર સુંધી મુસળધાર વરસાદ 14 ઇંચ જેટલો વરસ્યો હતો. દ્વારકાના નીચાણવાળા વિસ્તાર  ઇસ્કોનગેટ,રેલ્વેસ્ટેશન રોડ, ભદ્રકાલીરોડ, ફૂલવાડી, ગુરૂદ્વારા સહિત અનેક વિસ્તારોમાં કમરડુબ પાણી ભરાતા શહેર વચ્ચોવચ તળાવ જેવો માહોલ જોવા મળ્યો હતો. તેમજ અનેક વાહનો પણ આ કમરડુબ પાણીમાં ડુબી ગયા હતાં. પ્રસિદ્ધ યાત્રાધામ દ્વારકામાં છેલ્લા બે દિવસથી સતત વરસી રહેલા વરસાદના લીધે યાત્રિકોનો પ્રવાહ પણ હાલ બંધ છે.

અન્ય સમાચારો પણ છે...