તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
યાત્રાધામ દ્વારકામાં ગોમતીકાંઠાના છેલ્લા ઘાટે આવેલ પૌરાણીક અને જ્યાં ગોમતીજી અને સમુદ્રનું મિલન થતું હોય તેવુ એકમાત્ર સંગમ નારાયણનુ મંદિર છે.છેલ્લા કેટલાક સમયથી આ મંદિર જર્જરીત હાલતમાં હોવાથી પડી જવાના આરે છે.સબંધીત તંત્ર જાણે કોઇ દુર્ઘટના બને તેની રાહ જોઇ રહ્યું હોય તેવું મંદિરના દ્રશ્યો ઉપરથી સાબિત થાય છે.હજારો યાત્રીકો દર્શન માટે આવતા હોય છે,ત્યારે કોઇ દુર્ઘટના સર્જાય તે પૂર્વે તંત્ર સક્રિયતા દાખવી રિપેરિંગ કામગીરી હાથ ધરે તેવી દર્શનાર્થીઓમાં માંગ ઉઠી છે.
યાત્રાધામ દ્વારકામાં પ્રવેશ થતા જ હાઇવે પરથી માત્ર બે મંદિર એવા છે,જે મંદિરના ડેરાનો નજારો દેખાય છે.જેમાં એક દ્વારકાધીશ જગતમંદિર તેમજ ગોમતી કાઠાના છેલ્લા ઘાટે આવેલ સંગમનારાયણ મંદિર.આ મંદિરની વિશેષતા એવી છે કે મંદિરમાં સંગમ નારાયણનું વિષ્ણું સ્વરૂપમાં શંખચક્ર ગદા પદમધારી સ્વરૂપની મુર્તી છે.અજમલજીની ધ્યાન ગુફા તેમજ મીરા મંદિર અને ભુરીયા બાબાની ધ્યાન ગુફા અને હવન કુંડ છે.ત્યારે અહી ગોમતી સ્નાન કરવા આવતા યાત્રીકો આ મંદિર અંદર પહેલા દર્શન કરવા જતા હતા.પરંતુ હાલમાં મંદિર જર્જરીત હોવાથી હવે યાત્રિકો પણ આ મંદિરના દર્શનથી વિંચીત રહે છે.
મંદિર જર્જરિત હોવાથી અહી બહુ ઓછાં લોકો દર્શન કરવા જાય છે.બે માળના મંદિરમાં બન્ને માળ અંદર અને બહાર જર્જરીત થઇ ગયેલ છે.વારંવાર આવેલા વાવાઝોડા અને તોફાની વરસાદનના કારણે મંદિર અતિ જર્જરીત છે.વાવાઝોડુ અને તોફાની વરસાદના કારણે મંદિર નિચેના ભાગથી કરી ઉપલા ડેરા સુધી ખવાઇ ગયેલ હોવાથી હવે પડવાના આરે છે.દુર્ઘટના બને તે પહેલા ઘાટને અને મંદિરને રિપેરિંગ કરવુ અત્યંત જરૂરી બન્યું છે.
સબંધિત વિભાગને જાણ કરવામાં આવશે
આ બાબતે સબંધિત કચેરીમાં જાણ કરવમાં આવશે.વહેલી તકે કામ શરૂ થાય તેવા પ્રયત્નો કરવામાં આવશે. - નિહાર ભેટારીયા, પ્રાંત અધિકારી,દ્વારકા
યાત્રાધામની ખરડાતી શાખ
પ્રાચિન સંગમનારાયણ મંદિર જર્જરીત હોવા છતાં તંત્ર દ્વારા કોઇ પગલા ન લેવાતા યાત્રાધામની શાખ ખરડાઇ રહી છે.
પોઝિટિવઃ- આજનો દિવસ મિત્રો તથા પરિવારના લોકો સાથે મોજ-મસ્તીમાં પસાર થશે. સાથે જ લાભદાયક સંપર્ક પણ સ્થાપિત થશે. ઘરના રિનોવેશનને લગતી યોજના બનશે. તમે સંપૂર્ણ મનથી ઘરના બધા સભ્યોની જરૂરિયાતોને પૂર્ણ કરવા...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.