તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સમસ્યા:દ્વારકા ડ્રોપ આઉટ રેશિયો, 4000 છાત્રોએ પ્રવેશ મેળવ્યો નથી

દ્વારકાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • સીએમ ડેસ્ક બોર્ડ પર મુદ્દો મુકાયો
  • જિલ્લામાં ધો. 8-9માં 13800 વિદ્યાર્થીઓમાંથી માત્ર 9800 વિદ્યાર્થીઓના જ પ્રવેશ

દ્વારકા જિલ્લામાં ધો.8-9માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓનો ડ્રોપ આઉટ રેશિયો ખૂબ જ ચિંતાજનક જોવા મળ્યો છે. સરકારી શાળામાં ધો.8-9માં 13800 છાત્રોમાંથી માત્ર 9800 વિદ્યાર્થીઓએ જ આગળા ધોરણમાં પ્રવેશ મેળવ્યો છે. જ્યારે બાકીના 4000 છાત્રોએ હજુ સુધી શાળામાં પ્રવેશ ન મેળવતા ડ્રોપ આઉટ રેશિયાની ગંભીરતાને ધ્યાને રાખી આ મુદ્દાને સીએમ ડેસ્ક બોર્ડ પર મુ્ખ્યમંત્રી સમક્ષ આ મુદ્દો મુકવામાં આવ્યો છે.

ધો.8-9માં 13800 વિદ્યાર્થીમાંથી માત્ર 9800 વિદ્યાર્થીએ આગળના ધોરણમાં અત્યાર સુધીમાં પ્રવેશ મેળવ્યો છે. જેથી 4000 વિદ્યાર્થીઓએ હજુ સુધી શાળામાં ક્યાંય પ્રવેશ મેળવ્યો નથી.વિદ્યાર્થીનીઓમાં 39 ટકા ડ્રોપ આઉટ તથા વિદ્યાર્થીઓમાં 26 ટકા ડ્રોપ આઉટ રેશિયો હાલમાં છે. જિલ્લામાં 100 ટકા નામાંકન થાય તે માટે દરેક હાઇસ્કુલના આચાર્યોને નજીકની પ્રાથમિક શાળામાંથી ધો. 8 પાસ થયેલા છાત્રોના નામ તેમજ મોબાઇલ નંબર મેળવી વિગતો એકત્રિત કરવા જિલ્લા પ્રાથમિક શિક્ષણઅધિકારી દ્વારા સુચના આપજવામાં આવી છે.

કોરોના મહામારીમાં શાળા બંધ હોવાથી ઘણા વિદ્યાર્થીના હજુ પ્રવેશ બાકી છે દ્વારકામાં ડ્રોપ આઉટ રેશિયો હાલ કહી ન શકાય કારણ કે શાળાઓ બંધ હોવાથી અનેક વિદ્યાર્થીઓના પ્રવેશ મેળવવાના બાકી છે. ઘણા વિદ્યાર્થીઓએ ખાનગી શાળામાં પણ પ્રવેશ મેળવ્યો હોઇ તેમ બની શકે. માહિતી એકત્ર કરાઈ રહી છે. - ભાવસિંહ વાઢેર, જિલ્લા શિક્ષણાધિકારી,દ્વારકા

અન્ય સમાચારો પણ છે...