દ્વારકા પાલિકા-પંચાયત રિઝલ્ટ LIVE:દ્વારકા જિલ્લા પંચાયત અને બે પાલિકામાં ભાજપની સત્તા, 4 તાલુકા પંચાયતમાં 2માં ભાજપની અને 2માં કોંગ્રેસની જીત

દ્વારકાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લા પંચાયતમાં 2015માં ભાજપને 9, કોંગ્રેસને 11 અને અન્યને 2 બેઠક મળી હતી
  • 4 તાલુકા પંચાયતમાં 2015માં 42 ભાજપ, 34 કોંગ્રેસ અને અન્યને 2 બેઠક મળી હતી

દેવભૂમિ દ્વારકા જિલ્લા પંચાયતમાં ભાજપને બહુમતી મળી છે. કુલ 22 બેઠકમાંથી 12 બેઠક ભાજપને અને 10 કોંગ્રેસને મળી છે. ખંભાળિયા અને જામરાવલ બે નગરપાલિકામાં ભાજપનો ભગવો લહેરાયો છે. જ્યારે ચાર તાલુકા પંચાયતમાં બેમાં ભાજપ અને બેમાં કોંગ્રેસની જીત થઇ છે. દ્વારકા જિલ્લા પંચાયતમાં ભાજપે સત્તા હાંસલ કરતા કાર્યકરો અને ઉમેદવારોમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો.

2015નું રિઝલ્ટ
દેવભૂમિ દ્વારકા જિલ્લા પંચાયતમાં 2015માં ભાજપને 9, કોંગ્રેસને 11 અને અન્યને 2 બેઠક મળી હતી. 4 તાલુકા પંચાયતમાં 2015માં 42 ભાજપ, 34 કોંગ્રેસ અને અન્યને 2 બેઠક મળી હતી.