તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

શ્રાવણી પુનમ:કોરોના મહામારીના લીધે શ્રાવણી પૂનમે ગોમતીઘાટ પર ભાવિકોની પાંખી હાજરી

દ્વારકાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

શ્રાવણી પુનમના દીવસે પ્રસિધ્ધ યાત્રાધામ દ્વારકામાં ગોમતી સ્નાનનું અનેરૂ મહત્વ છે. ભગવાન દ્વારકાધિશના ચરણ પખાળતી પવિત્ર ગોમતી નદીમાં સ્નાન કરવા દર વર્ષે હજારોની સંખ્યામાં ભાવિકો પધારતા હોય છે.ખાસ કરીને પૂનમ ભરવા આવતા બાવિકો ગોમતી સ્નાન કરવાનું ચુકતા નથી. એમા પણ શ્રાવણી પૂનમના હજારોની સંખ્યામાં બ્રાહ્મણો સ્નાન કરી જનોઇ બદલતા હોય છે પરંતુ આ વખતે કોરોના મહામારીના લીધે ભાવિકોની પાંખી હાજરી જોવા મળી હતી.

ગોમતીમાતા સોળે કલાએ શણગાર સજી બે કાંઠે વહેતી હોય છે,જેનુ સ્વરૂપ જોઇ મંત્રમુગ્ધ બની જાય તેવુ સ્વરૂપ હતું. અહી ગોમતી નદી પર બનેલા સુદામા સેતુ પરથી ગોમતીનુ સ્વરૂપ ખુબજ મન મોહી લે તેવું દ્રશ્ય જોવા મળ્યું હતુ.

અન્ય સમાચારો પણ છે...