તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

કોરોના કાળ:દ્વારકાના જગત મંદિરમાં ગયા વર્ષની તુલનાએ દાનમાં રૂ.3.51 કરોડનો ઘટાડો

દ્વારકાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગયા વર્ષે મંદિરની આવક 4.43 કરોડ હતી જ્યારે આ વર્ષે આવક 92.89 લાખ જ થઈ

દ્વારકાના જગત મંદિરમાં 2020- 21 ના એપ્રિલથી ઓગસ્ટ દરમિયાન મનોરથ ભોગ અને દાનની આવકમાં દર વર્ષની સરખામણીએ ચાલુ વર્ષે નોંધપાત્ર ઘટાડો થયો છે. યાત્રીકોની પાંખી હાજરીના લીધે દાનની સરવાણી ઘટી છે. આ વર્ષે દ્વારકા જગતમંદિરમાં રૂ.92,89400નું રોકડ દાન પ્રાપ્ત થયું છે. ચાલુ વર્ષે કોરોના વાયરસના લીધે જગત મંદિરમાં યાત્રાળુઓની સંખ્યામાં ધટાડો જોવા મળ્યો છે. ગત વર્ષ 2019-20ના એપ્રિલથી ઓગસ્ટ સુધીની જગતમંદિરની આવક 4,43,89,491 જેટલી થઈ હતી, જ્યારે આ વર્ષ 2020-21ના એપ્રિલથી ઓગસ્ટ સુધીમાં ફક્ત 92,89,400 રૂપિયાની આવક થઇ છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- તમે તમારા વિશ્વાસ તથા કાર્ય ક્ષમતા દ્વારા સ્થિતિઓ વધારે સારું જાળવી રાખવાનો પ્રયાસ કરો અને સફળતા પણ પ્રાપ્ત થશે. કોઇ પ્રકારનો પ્રોપર્ટી સંબંધી જો કોઇ મામલો અટવાયેલો છે તો આજે તેના ઉપર તમારું...

વધુ વાંચો