તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઓપરેશન ડિમોલિશન:રૂપેણ બંદર પર દબાણ મામલે 250ને નોટિસથી દોડધામ

દ્વારકા10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • તંત્ર સજ્જ થયા પછી હવે પખવાડિયા બાદ હાથ ધરાશે ઝુંબેશ
  • વેપારીઓએ એકત્ર થઈને સામુહિક રજૂઆત કરતા 15 દિવસની મહેતલ આપવામાં આવી

હાલારના સૌથી મોટા અને કરોડોનુ હુંડીયામણ રળી આપતા દ્વારકાના રૂપેણબંદર પર તંત્ર દ્વારા 250 આસામીને નોટીશ આપીને બે કલાકમાં ડીમોલેશન કાર્યવાહીનો તખ્તો તૈયાર કરતા વેપારીઓમાં દોડધામ મચી હતી. જે બાદ સામુહિક રજુઆત બાદ તંત્ર દ્વારા પંદર દિવસની મહેતલ આપી, દબાણ હટાવ પ્રક્રિયા પાછી ઠેલવામાં આવી હતી.રૂપેણ બંદર પર તંત્ર દ્વારા શનિવારે દબાણ મામલે આસામીઓને 250 નોટીસ આપી 2 કલાક બાદ દબાણ દુર કરવા તજવિજ હાથ ધરાઇ હતી.

રૂપેણ બંદર પર સરકારી તથા પાલિકાની જમીન ઉપર દુકાનો, વાડા, દંગાઓ તથા કોમર્શિયલ બાંધકામોને કલેકટર નરેન્દ્રકુમાર મીનાની સૂચનાથી નાયબ કલેકટર નિહાર ભેટારીયા, મામલતદાર કેશવાલા તથા ચીફ ઓફિસર ચેતન ડોડીયાની ટીમ દ્વારા દબાણ દૂર કરવાની નોટિસ ફટકારવામાં આવી હતી. જે બાદ લગભગ બે કલાકના સમયગાળામં જ પોલીસના ધાડા ઉતારીને ચુસ્ત બંદોબસ્ત સાથે કામગીરી માટે તજવિજ શરૂ કરાઇ હતી.

જોકે,આ વેળાએ વેપારીઓ દ્વારા સામુહિક રજુઆત કરાઇ હતી અને આ વેપારીઓએ સમયની માંગણી કરતા હાલ દબાણ દૂર કરવાની પ્રક્રિયા ઠેલવવામાં આવી હતી. પખવાડીયાની મહેતલ અપાઈ હોવાનુ સુત્રોએ જણાવ્યુ હતુ અને ઉમેર્યુ હતુ કે નોટિસમાં દર્શાવેલી સમય મર્યાદા મુજબ લોકો સ્વેચ્છિક દબાણ દૂર નહીં કરવામાં આવે તો તંત્ર દ્વારા દબાણો દૂર કરવા ડીમોલેશનની કાર્યવાહી થોડા દિવસ બાદ કરવામાં આવશે.

સ્વૈચ્છિક દબાણ દુર નહી કરાય તો ડિમોલેશન
તંત્ર દ્વારા રૂપેણ બંદર ખાતે સર્વે થયો હતો તેમજ 250થી વધુ કોમર્શિયલ બાંધકામ અને દુકાનોને નોટિસ ફટકારવામાં આવી છે, પરંતુ તે લોકો દ્વારા સમય મગાતા તંત્ર દ્વારા તેમને સમય આપવામાં આવેલ છે અને 15 દિવસ બાદ જો આસામીઓ દ્વારા સ્વૈચ્છિક દબાણ દૂર કરવામાં નહીં આવે તો તંત્ર દ્વારા દબાણ દૂર કરવા માટે ડિમોલેશન કરવામાં આવશેે. - નિહાર ભેટારીયા, પ્રાંત અધિકારી, દ્વારકા.

અન્ય સમાચારો પણ છે...