ધર્મસભા:યાત્રાધામ દ્વારકામાં જગન્નાથપુરીધામના શંકરાચાર્યના સાનિધ્યમાં ધર્મસભા યોજાઈ

દ્વારકાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • દેશ-વિદેશથી સાધુ સંતો પધાર્યા, બહોળી સંખ્યામાં ધર્મપ્રેમીઓએ સભાનો લીધો લાભ

સાત મોક્ષપુરી અને ચાર ધામ પૈકીની એક તિર્થનગરી યાત્રાધામ દ્વારકાના જગતમંદિરમા રાજાધીરાજ ભગવાન દ્વારકાધીશ બિરાજે છે. શંકરાચાર્યજી સનાતન ધર્મધુરાની આહલેક અવિરત છે તે નગરીમાં પુરીનાશંકરાચાર્યજી નિશ્ચલાનંદ સરસ્વતીજીનાં સાન્નિધ્યમાં ધર્મસભા યોજાઇ હતી અનેકવિધ દ્રષ્ણીકોણથી જીવનને સમૃદ્ધ બનાવવા પરંપરાગતથી માંડી ધર્મ સંબંધીત માર્ગદર્શન પુરૂ પાડવામાં આવ્યુ હતુ.

પુરીના શંકરાચાર્યજીનાં માર્ગદર્શનમાં બાળકોમાં સંસ્કાર સિંચન પરંપરાની હિમાયત કરવામાં આવી હતી,જેમાં જણાવ્યુ હતુ કે,આપણા આદિ અનાદી સનાતન ધર્મ આંતરીક શુદ્ધી અને પ્રગતિ પાલન કરવાનો આદેશ આપે છે. ત્યારે ધર્મને માત્ર સિમિત ન રાખી વૈજ્વીક દિવ્યતા માટે બાળકોને બચપણથી જ સંસ્કાર આપવા જેમા સારા પુસ્તકો વાંચવા પાઠ કરવા પ્રાત:કાળે ઇશ્વર સ્મરણના ઉપક્રમ તેમજ સત્ય, અહીંસા, નિયમીતતા, સ્વચ્છતા સાદગી આજ્ઞાંકિતતા વગેરે અપનાવવા માતા પિતા બાળકોને કેળવે તે સમયની માંગ છે તેવુ જણાવ્યુ હતુ.

દ્વારકા ખાતે ધર્મસભામાં વિવિધ પ્રદેશોમાંથી ભક્તો, સાધુ, સંતો તથા મોટી સંખ્યામાં નગરજનો પધાર્યા હતા.ઓરિસા પુરી ધામના પિઠાધીશ્વર જગતગુરૂ શંકરાચાર્ય નિશ્ચલાનંદ સરસ્વતીએ વિશાળ ધર્મ સભાને સંબોધી હતી. સ્વામીજીએ ગાયને રાષ્ટ્ર માતા દરજ્જો આપવો, ભારતને હિન્દુ રાષ્ટ્ર જાહેર કરવું તેમજ મંદિરો અને મઠોમાંથી સરકારી દખલગીરી હટાવવી સહિતના વિવિધ મુદ્દે આજે દ્વારકાના સુંદર પેલેસ ખાતે ધર્મ સભામાં ઉદબોધન કર્યું હતું. સાથે ભક્તો દ્વારા પુછાયેલા સવાલોના પણ જવાબો આપ્યા હતા.શંકરાચાર્ય નિશ્ચલાનંદ સરસ્વતીજીએ તીર્થનગરીમાં ચાલતી ભાગવત સપ્તાહમાં ભાગ લીધો હતો.

અન્ય સમાચારો પણ છે...