તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

નિર્ણય:આવતીકાલથી દ્વારકાના જગતમંદિરમાં ભક્તો સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવી રણછોડરાયજીની આરતીનો લાભ લઈ શકશે

દ્વારકાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
દ્વારકામાં આવેલું રણછોડરાયજીનું મંદિર - ફાઇલ તસવીર

આવતીકાલથી જગતમંદિરમાં આરતીના સમયે તમામ ભક્તોને પ્રવેશ આપવામાં આવશે. આ ઉપરાંત ભક્તો સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરી આરતીનો લાભ લઈ શકશે. હાલારમાં કોરોના મહામારીએ માઝા મૂકી છે ત્યારે કોરોનાથી ભાવિકોને રક્ષણ મળે તે માટે દ્વારકા જગતમંદિર પરિસરને રજતભસ્મ દ્વારા સેનેટાઈઝ કરવામાં આવ્યું હતું. સરકારની ગાઇડલાઇન મુજબ આર્યુવેદિક પદ્ધતિથી રાત્રીના સમયે કામગીરી કરવામાં આવી હતી. પરિસરમાં આવેલી દેવસ્થાન ઓફીસને પણ સેનેટાઈઝ કરવામાં આવી હતી.

રજતભસ્મ કેમિકલથી કપડા અને ચામડીને નુકસાન થતું નથી
યાત્રાધામ દ્વારકામાં જગતમંદિર અને પરિસરમાં રજતભસ્મ એટલે કે સિલ્વર પાણી દ્વારા સેનેટાઇઝેશનની કામગીરી કરવામાં આવી હતી. રજતભસ્મ કેમિકલ આલ્કોહોલ વગર સંપૂર્ણ આયુર્વેદિક પધ્ધતિથી ખાસ બનાવવામાં આવે છે. આથી કપડા અને ચામડીને કોઈપણ જાતની નુકસાની થતી નથી. ગુજરાતના અનેક તીર્થ સ્થળ ઉપર આ પદ્ધતિથી સેનેટાઇઝેશનની કામગીરી કરવામાં આવે છે.

ભક્તો ઓછા આવવાથી દાન ઘટ્યું
દ્વારકાના જગત મંદિરમાં 2020- 21 ના એપ્રિલથી ઓગસ્ટ દરમિયાન મનોરથ ભોગ અને દાનની આવકમાં દર વર્ષની સરખામણીએ ચાલુ વર્ષે નોંધપાત્ર ઘટાડો થયો છે. યાત્રીકોની પાંખી હાજરીના લીધે દાનની સરવાણી ઘટી છે.આ વર્ષે દ્વારકા જગતમંદિરમાં રૂ.92,89400નું રોકડ દાન પ્રાપ્ત થયું છે. સુપ્રસિધ્ધ યાત્રાધામ દ્વારકા જગતમંદિરમાં ભાવિકો યથાશક્તિ મુજબ સોનું,ચાંદી તેમજ રોકડ સહિતનું મંદિરમાં દાન અર્પણ કરતા હોય છે.

આ વર્ષે 92 લાખ આવક થઈ
ચાલુ વર્ષે કોરોના વાયરસના લીધે જગતંદિર અઢી માસ સુધી બંધ રહ્યું હતુ.હાલ પણ જગત મંદિર ખૂલતા ટ્રેન,બસની સુવિધાઓ પ્રાપ્ત ન થતા યાત્રાળુઓની સંખ્યામાં નોંધપાત્ર ધટાડો જોવા મળ્યો છે. કોરોના મહામારીના લીધે જગત મંદિરની આવક ગત વર્ષ કરતા આવક ધટી છે. ગત વર્ષ 2019-20ના એપ્રિલથી ઓગસ્ટ સુધીની જગતમંદિરની આવક 4,43,89,491 જેટલી થવા પામી હતી,જ્યારે આ વર્ષ 2020-21ના એપ્રિલથી ઓગસ્ટ સુધીમાં ફક્ત 92,89,400 રૂપિયાની આવક થઇ છે. જગત મંદિરની આવકમાં આશરે 83%નો હીસ્સો પુજારી પરિવારના ભાગે જાય છે, 15% હીસ્સો જગત મંદિરનો વહીવટ કરતી દેવસ્થાન સમિતીના ભાગે આવે છે અને 2%નો હીસ્સો ચેરીટી ટ્રસ્ટના ભાગે જાય છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- તમે તમારા વિશ્વાસ તથા કાર્ય ક્ષમતા દ્વારા સ્થિતિઓ વધારે સારું જાળવી રાખવાનો પ્રયાસ કરો અને સફળતા પણ પ્રાપ્ત થશે. કોઇ પ્રકારનો પ્રોપર્ટી સંબંધી જો કોઇ મામલો અટવાયેલો છે તો આજે તેના ઉપર તમારું...

વધુ વાંચો