આવેદનપત્ર:દેવભૂમિ દ્વારકામાં ફોટોગ્રાફરને સહાયરૂપ થવા રજૂઆત કરાઈ

દ્વારકા3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

પંથકમાં ધાર્મિક-સામાજિક પ્રસંગોમાં વિડીયો-ફોટોગ્રાફી કરતા અંદાજે અઢી હજાર ફોટોગ્રાફર પરિવારનું ગુજરાન માત્ર ફોટોગ્રાફી પર ચલાવે છે. હાલમાં લોકડાઉનના પરિણામે ફોટોગ્રાફીના ઓર્ડરો રદ કરવામાં આવતા અને ભવિષ્યમાં આવતા લગ્ન પ્રસંગો ઉપર પણ લોકોએ વધુ ભીડ હોવાથી વિડીયોગ્રાફી અને ફોટોગ્રાફીના ઓર્ડર કેન્સલ કરતા આવા ફોટોગ્રાફરો બેરોજગાર બન્યા છે. દ્વારકા ફોટોગ્રાફર એસો. દ્વારા સોશિયલ ડિસ્ટન્સિંગ સાથે પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવી રજુઆત કરી હતી.

કેમેરા પણ બેંક લોનથી લીધા છે
દ્વારકા દર્શનાર્થે આવતા યાત્રીકોના ફોટા પાડી પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા ફોટોગ્રાફરોને આર્થિક મુશ્કેલી પડી રહી છે. બે ત્રણ મહિનાથી ધંધો બંધ છે. મોટા ભાગના ફોટોગ્રાફકે ધંધા માટે મોંધા કેમેરા બેંક લોનથી ખરીદ્યા છે.તેના હપ્તાની ભરપાઇ થતી નથી. - કેતનભાઇ હેરમા, તાલુકા ફોટોગ્રાફર એસોશીયેશન પ્રમુખ

અન્ય સમાચારો પણ છે...