તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ફટકો:ગુજરાત બહારની ટ્રેન શરૂ ન કરાતા દ્વારકામાં યાત્રાળુઓની સંખ્યામાં ઘટાડો

દ્વારકા5 મહિનો પહેલા
 • કૉપી લિંક
દિવાળીના દિવસ સુધી તો યાત્રાધામનો માહોલ ફિક્કો રહ્યો છે, પણ હવે પછીની રજાઓમાં યાત્રાળુઓ ઉમટે તેવી આશા સેવાઈ રહી છે. - Divya Bhaskar
દિવાળીના દિવસ સુધી તો યાત્રાધામનો માહોલ ફિક્કો રહ્યો છે, પણ હવે પછીની રજાઓમાં યાત્રાળુઓ ઉમટે તેવી આશા સેવાઈ રહી છે.
 • લાભપાંચમ બાદ શ્રધ્ધાળુઓની સંખ્યા વધવાની અને હોટેલ ઉદ્યોગને સરકાર તરફથી પ્રોત્સાહન મળે તેવી યોજનાની વેપારીઓ અને હોટલ માલિકોને આશા

યાત્રાધામ દ્વારકામાં કોરોના મહામારી બાદ યાત્રાળુઓના પ્રવાહમાં જબરો ઘટાડો થયો છે ત્યારે અનલોક બાદ ગુજરાત બહારની ટ્રેન શરૂ કરવામાં ન આવતા ચાલુ વર્ષે દિવાળીના પર્વમાં યાત્રાળુઓની સંખ્યામાં ઘટાડાથી બજારો સૂમસામ જોવા મળી હતી. યાત્રાળુઓની સંખ્યા ઘટતા હોટલ ઉધોગને પણ ફટકો પડયો છે. ત્યારે લાભપાંચમ બાદ શ્રધ્ધાળુઓની સંખ્યા વધવાની અને હોટેલ ઉધોગને સરકાર તરફથી પ્રોત્સાહન મળે તેવી યોજનાની આશા વેપારીઓ અને હોટલના માલિકોએ વ્યકત કરી છે.

દ્વારકામાં દર વર્ષે દિવાળી પહેલા 100 ટકા હોટલો બુક હોય છે અને યાત્રાળુઓને દ્વારકાના આજુબાજુના ગામોમાં અથવા સગા વ્હાલાઓને ત્યાં ફરજિયાત પણે રોકાવું પડે છે ત્યારે આ વર્ષે વિશ્વ મહામારી કોરોના આવ્યા બાદ અનલોક અને સરકારની ગાઇડ લાઇન અનુસાર નિયમોમાં છુટછાટ આપવા છતાં ચાલુ વર્ષે દિપાવલીના પર્વમાં 60 વર્ષથી ઉપરના યાત્રાળુઓ ની સંખ્યામાં પણ ઘટાડો જોવા મળ્યો છે. સાથે સાથે દ્વારકા થી સોરાષ્ટ્ર મેલ અને અન્ય એક સાપ્તાહિક ટ્રેન શરૂ કરવામાં આવી છે.

સિવાય ગુજરાત બહારથી એક પણ ટ્રેન દ્વારકા તરફ આવતી અને જતી નથી. તેના કારણે દ્વારકા બહારના યાત્રાળુઓમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે. ભાઈબીજ બાદ ગુજરાતના સ્થાનિક લોકો સંભવત: દ્વારકા દર્શન કરવા આવે તેવી આશા સેવાઇ રહી છે.

દ્વારકાના હોટલ ઉદ્યોગને પ્રોત્સાહન માટે સરકાર નવી યોજના લાવે તે જરૂરી
સરકાર કોઇ નવી પોલીસી અથવા કોઈ નવી યોજના લાવે જેથી દ્વારકાના હોટલ ઉદ્યોગને મદદ મળે તેવી આશા રાખીએ છીએ. દ્વારકામાં યાત્રાળુઓના ઘટાડાના કારણે હોટલ ઉદ્યોગની સાથે સાથે યાત્રાળુઓ ને લગત વેપાર ધંધા ઓ જેમ કે ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ અને અન્ય ધંધા રોજગારને પણ નુકસાન થશે. > નિર્મલ સામાણી, દ્વારકા હોટલ એસોસિએશન પ્રમુખ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

  વધુ વાંચો