કરૂણાંતિકા:ખંભાળિયાના સોનારડીમાં કપડા ધોતા સમયે ખાડામાં ડૂબી જતા બે કૌટુંબિક બહેનોનાં મોત, ગામમાં શોકનો માહોલ

દ્વારકાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
ડૂબી જવાથી બંને બહેનોના મોત નીપજ્યાં હતાં - Divya Bhaskar
ડૂબી જવાથી બંને બહેનોના મોત નીપજ્યાં હતાં
  • પોલીસે બંને મૃતદેહને પીએમ માટે ખસેડવાની કાર્યવાહી હાથ ધરી

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા તાલુકાના સોનારડીમાં ખેતર પાસેના ખાડામાં ડૂબી જતાં બે સગીરાના મોત થયા છે. ખાડામાં ડૂબી જતાં બે કૌટુંબિક બહેનોના મોત થતાં આખા ગામમાં શોકનો માહોલ છે. ઘટનાની જાણ થતાં પોલીસ સોનારડી ગામે પહોંચી ગઈ હતી અને બંને બહેનોના મૃતદેહને ખંભાળિયા જનરલ હોસ્પિટલમાં પીએમ અર્થે ખસેડવામાં આવ્યા છે.

ખેતર પાસેના ખાડામાં બંને બહેનો ગરકાવ
ઘટનાની વિગત અનુસાર સોનારડી ગામમાં ખેતર પાસેના ખાડામાં પીયુભા જોરૂભા જાડેજા (ઉં.વ.17) અને ભાગ્યશ્રીબા ભરતસિંહ જાડેજા નામની બંને કિશોરીઓ કપડા ધોવા માટે ગઈ હતી. જે દરમિયાન પાણીના ખાડામાં બંને બહેનો ગરકાવ થઈ ગઈ હતી. જો કે બચાવકાર્ય થાય તે પહેલા જ બંનેના મોત નીપજ્યાં હતાં.

ગામમાં શોકનું મોજુ ફરી વળ્યું
ક્ષત્રિય પરિવારની 2 બહેનોના મોત નીપજતા પરિવાર સહિત ગામમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. ઘટનાની જાણ થતાં પોલીસનો કાફલો સ્થળ પર પહોંચી ગયો હતો. હાલ તો પોલીસે બંને બહેનોના મૃતદેહનો કબજો લઈને ખંભાળીયા પીએમ માટે ખસેડવામાં આવી છે.

(હસિત પોપટ-જામનગર)