તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દુર્ઘટના:દ્વારકાના ધ્રાસણવેલ વાડી વિસ્તારના કૂવામાં પટકાઈ પડતા યુવતીનું મોત

દ્વારકા2 મહિનો પહેલા
  • કૉપી લિંક
દ્વારકા પાલિકાની ફાયર ટીમે મૃતદેહ બહાર કાઢ્યો. - Divya Bhaskar
દ્વારકા પાલિકાની ફાયર ટીમે મૃતદેહ બહાર કાઢ્યો.
  • રાત્રિના સમયે સર્જાયેલી ઘટના, ફાયરબ્રિગેડે દોડી જઈ મૃતદેહને બહાર કાઢયો

યાત્રાધામ દ્વારકા પંથકના ધ્રાસણવેલ વાડી વિસ્તારમાં એક કુવામાં રાત્રે બાવીશ વર્ષીય યુવતિ અકસ્માતે પડી જતા ફાયર બ્રિગેડને જાણ કરાઇ હતી જેના પગલે ફાયર ટીમે દોડી જઇ ભારે જહેમત બાદ કુવામાંથી મૃતક યુવતિને બહાર કાઢી હતી.પોલીસ સુત્રોમાંથી મળતી વિગત અનુસાર દેવભુમિ દ્વારકાથી લગભગ બાર કિલો મીટર દુર આવેલા ધ્રાસણવેલ વાડી વિસ્તારના 40 ફૂટ ઉંડા પાણીના કૂવામાં ભાવનાબેન માઘાભા વાધ (ઉ. વ. 22)નામની યુવતિ અકસ્માતે રાત્રીના 8 કલાકે પડી જતા પાણીમાં ગારદ બની હતી. આ બનાવના પગલે દ્વારકા પાલિકાની ફાયરબ્રિગેડ શાખાનો સંપર્ક કરવામાં આવ્યો હતો.

જેના પગલે દ્વારકા ફાયરબ્રિગેડ ના જવાનોએ સ્થળ પર પહોચી જઇ કુવામાંથી ભોગગ્રસ્ત યુવતિનો મૃતદેહ બહાર કાઢયો હતો. કાર્યવાહી વેળા ફાયર શાખાના જવાન જીતુભાઈ કારડીયા, સુભાષ માણેક, અજય સવાણી, રાજુભાઈ પરમાર, મયુરસિહ રાઠોડ, વિનય ગોસ્વામી રોકાયા હતા. પોલીસ ટુકડી ઘટનાસ્થળે દોડી હતી અને મૃતદેહનો કબજો સંભાળી કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...