સમસ્યા:અતિવૃષ્ટિથી ખેતીને નુકસાન : પેકેજની માંગ

દ્વારકાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ગઢેચીના ખેડૂતોએ વીડિયો વહેતો કર્યો
  • સોશિયલ મીડિયામાં ખેડૂતોનો આક્રોશ

દ્વારકા તાલુકામાં ભારે વરસાદે ચારે તરફ તબાહી સર્જી છે.ત્યારે હજુ ક્યારે સર્વે થશે અને ક્યારે સરકાર સહાય કરશે કે કેમ આ બધી મૂંઝવણો વચ્ચે દ્વારકા તાલુકાના ઘડેચી ગામના ખેડૂતોએ સરકારને ગ્રાઉન્ડ લેવલનો રિપોર્ટ બનાવી સોશિયલ મીડિયામાં વહેતો કરી સરકારને જગાડવા તેમજ સહાય માટે આક્રોશભેર રજુઆત કરી છે.

ગઢેચી ગામના ખેડૂતોએ સરકારને જગાડવા ગ્રાઉન્ડ લેવલનો રિપોર્ટ બનાવી સરકાર સુધી પહોંચાડવા અપીલ કરી છે.જમીન સ્તરની વાસ્તવિકતા બતાવતો ગ્રાઉન્ડ લેવલનો વાડી વિસ્તારોમાંથી રિપોર્ટ આપતા ખેડૂતોએ પોતાની વ્યથા કેમેરા સામે ઠાલવી સરકાર પાસે મદદની માંગ કરી છે.જગતતાત દ્વારા સરકારને વાસ્તવિક્તા બતાવવા પ્રયાસ કરાયો છે.જેમાં દ્વારકા તાલુકાના ઘડેચી ગામ તેમજ આસપાસ વિસ્તારોમાં પડેલા ભારે વરસાદે ખેતરોમાં વિનાશથી ખેતરોમાં ભારે નુકશાની પહોંચી છે. મગફળી સહિતના તમામ પાકો નિષ્ફળ જતા પાક પાણીમાં ગરકાવ થય ગયો છે.સરકારને ગ્રાઉન્ડ લેવલનો રિપોર્ટ બતાવી જગાડવા પ્રયાસ કરાયો છે.દ્ઘારકાના ઘડેચી ગામના ખેડૂતોએ પોતાના ખેતરો અને ઘરોની સ્થિતિ દર્શાવતો રિપોર્ટ તૈયાર કરી સરકારને મદદ માટે હાથ લંબાવ્યા છે.

અન્ય સમાચારો પણ છે...