પૂનરાગમન:દ્વારકામાં કોરોનાની રિ-એન્ટ્રી, પિતા અને પુત્ર થયા સંક્રમિત

દ્વારકાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ખંભાળિયા-કલ્યાણપુર બાદ યાત્રાધામમાં કોરોનાના કેસ
  • આરોગ્ય વિભાગ દ્વારા આજુબાજુના લોકોની તપાસણી કરાશે

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં દોઢ સપ્તાહ પુર્વે ખંભાળિયામાં કોરોનાના બે કેસ નોંધાયા બાદ કલ્યાણપુર અને યાત્રાધામ દ્વારકામાં કોરોના સંક્રમિત સામે આવતા આરોગ્ય તંત્રમાં દોડધામ મચી જવા પામી છે.યાત્રાધામ દ્વારકામાં પિતા બાદ પુત્ર પણ પોઝીટીવ જાહેર થતા એકને હોસ્પીટલમાં ખસેડાયાનુ તેમજ અન્ય એક હોમ કવોરેન્ટાઇન કરાયા હોવાનુ સુત્રોએ જણાવ્યુ છે. યાત્રાધામ દ્વારકામાં કોરોનાની ફરી એક વખત એન્ટ્રીના કારણે ગભરાટની લાગણી ફેલાઇ છે.શહેરના હાર્દસમા વિસ્તારમાં 66 વર્ષીય વૃદ્ધનો કોરોના પોઝિટિવ રિપોર્ટ આવતા તેમને જામનગર હોસ્પિટલ ખાતે સારવાર માટે રાખવામાં આવ્યા છે.

જ્યારે તેમનાલગભગ ચાલીશ વર્ષની વયના પુત્ર પણ પોઝીટીવ જાહેર થતા તેમને પણ જામનગરમાં હોમ કવોરેન્ટાઇન કરવામાં આવ્યા હોવાનુ બહાર આવ્યુ છે. જયારે વૃધ્ધના પત્નિ તથા પુત્રીને દ્વારકાના રહેણાંક મકાન ખાતે હોમ કોરોનટાઇન કરવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે આ બંને પિતા-પુત્રે કોરોનાના બંને ડોઝ પણ લીધા છે.શહેરમાં લાંબા વિરામ બાદ કોરોના પોઝીટીવ કેસ ફરી સામે આવતા સ્થાનિક લોકોમાં ગભરાટની લાગણી ફેલાઇ છે. ભોગગ્રસ્ત છાસંઠ વર્ષીય વૃધ્ધ બ્લડ પ્રેશર અને સુગરના દર્દી પણ હોવાનુ જાણવા મળ્યુ છે.

જયારે આરોગ્ય વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, આ પિતા-પુત્ર જે જગ્યાએ ટ્રાવેલ્સનું કામ કરતા હોય તે જગ્યાની આજુબાજુ તમામ લોકોને તથા તેમની સાથે સંપર્કમાં આવેલા તમામ લોકોના પણ કોરોના ટેસ્ટિંગ કરવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છેકે, દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકામાં રવિવારે આરોગ્ય તંત્રની ટીમ દ્વારા કોરોના ટેસ્ટીંગ કાર્યવાહી દરમિયાન એક પોઝીટીવ કેસ સામે આવ્યો હતો.જે ભોગગ્રસ્ત રણજીતપર પંથકનો રહીશ હોવાનુ જાણવા મળ્યુ હતુ. લગભગ સાડા ચાર માસના વિરામ બાદ જિલ્લામાં કોરોનાના કેસો નોંધાઈ રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...