યાત્રાધામ દ્વારકામાં સમસ્ત બ્રહ્મ સમાજનુ વિશાળ સંમેલન યોજાયુ હતુ જેમાં સર્વાગી વિકાસની ચર્ચા વિચારણા કરી દશ ઠરાવો કરવામાં આવ્યા હતા. બ્રહ્મદેવ સમાજ ગુજરાતના કારોબારી સભ્ય અને સમસ્ત બ્રહ્મસમાજ-દ્વારકાના સમેલન કાર્યક્રમના ઈન્ચાર્જ અનિલભાઈ જોષીએ વિગતો આપી હતી કે,બ્રહ્મ દેવસમાજ દ્વારા રાજયના 37 જિલ્લામાં બ્રહ્મ સમાજના સંમેલનો કરી 10 ઠરાવોની અમલવારી કરી બ્રાહ્મણ પરીવારોના સર્વાંગી વિકાસ કરવાના ઉદેશને સફળ બનાવવા યાત્રાધામ દ્વારકાથી શુભ શરૂઆત કરવામા આવી છે.સમસ્ત બ્રહ્મસમાજ દ્વારકાના અલગ અલગ આગેવાનો દ્વારા ભગવાન દ્વારકાધીશજીની પ્રતિમા સમક્ષ દીવ પ્રાગટ્ય કરાયુ હતુ.
જેમા બ્રહ્મ દેવ સમાજ ગુજરાતના મહાસચિવ મિલનભાઈ શુકલ, સમસ્ત અબોટી બ્રાહ્મણ પરીવારો ઓખા બારાડી દ્વારકા કચ્છ ગુજરાતના પ્રમુખ અનિલ ભાઈ જોષી, દ્વારકા શહેર ભાજપ ના પ્રમુખ વિજયભાઈ બુજળ સમસ્ત અબોટી બ્રાહ્મણ પરીવારો શહેરના પ્રમુખ અશ્વિનભાઈ ઠાકર, સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારકા શહેરના પ્રમુખ પ્રકાશભાઈ ઠાકર વિશ્વ હિન્દુ પરિષદ દ્વારકા શહેર ના મત્રી ગીરધરભાઈ જોષી દ્વારકા તાલુકા પંચાયત ના માજી ઉપ પ્રમુખ ખેરાજભાઈ અસવાર ભીમરાણા મીઠાપૂર સુરજકરાડી આરભડા ઓખા બેટ દ્વારકાના અબોટી સમાજના પ્રમુખ શામજીભાઈ ઠાકર ઉપપ્રમુખ મનસુખભાઈ દયારામ ભાઈ ઠાકર 505 ગુગળી સમાજના આગેવાન ભાર્ગવભાઈ ઠાકર ભાણવડના ભાવેશભાઇ ઉપાધ્યાય બ્રહ્મ દેવ સમાજના ધ્રોલના કારોબારી સભ્ય વિરેનભાઈ ભટ્ટ તથા જામનગર શહેર ના કેતનભાઈ ભટ્ટ, રાજકોટ ના નિરજભાઈ જોષી ભગવાન દ્વારકાધીશજી ના પુજારીઓ ઓખાના કથાકાર જગદીશભાઈ શાસ્ત્રીજી અને અન્યો આગેવાનોએ દીપ પ્રાગટય કર્યુ હતુ.
સંમેલનમાં સમસ્ત બ્રહ્મસમાજ દેવભૂમિ દ્વારકા જિલ્લાના સમસ્ત બ્રાહ્મણ પરીવારોના સર્વાંગી વિકાસની ચર્ચા વિચારણા કરી દશ ઠરાવો કર્યા હતા. જેમાં એજયુકેશન, સંગઠન, રોજગાર, આકસ્મિક ગંભીર અકસ્માત ઘટનામાં હોસ્પિટલની ઈમરજન્સી સારવાર અંગે, સરકારની વિવિધ યોજનાઓનો લાભ સમાજ સુધી પહોચાડવો,લગ્નનો માટે પડતી મુશ્કેલીઓ દુર કરવા પ્રયત્ન કરવા, રમત ગમત ક્ષેત્રેમા આગળ વધવા યુવાનોને મદદ કરવી, રક્ષાબંધન, પરશુરામ જન્મોત્સવ નવરાત્રિ જેવા કાર્યક્રમોની ઉજવણી કરવા, સમાજના જરૂરતમંદ પરીવારોની મદદ માટે ફંડ ભેગુ કરવુ,સહકારી મંડળી બનાવવી, સમાજના યુવાનોઅને રાજકીય નેતાઓને આગળ વધવા સંગઠનની તાકાતથી મદદ કરવી,તમામ બ્રાહ્મણ સંગઠનો સાથે તાલમેલ બનાવી આગળ વધવુ અને સંગઠન ને મજબૂત કરવા પ્રચાર પ્રસાર કરવાના જરૂરી ઠરાવો કરાયા છે. સંમેલનમા સમસ્ત બ્રહ્મ સમાજ ના અલગ અલગ આગેવાનોનુ બ્રહ્મ દેવ સમાજના મહા સચિવ મિલનભાઈ શુકલ દ્વારા ભગવાન દ્વારકાધીશજીના ઉપેણા ઓઢાડી બહુમાન કરાયુ હતુ.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.