તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મુસાફરો આનંદો:દ્વારકાના શિવરાજપુર બીચને દરિયાઈ માર્ગે સૌરાષ્ટ્રના અન્ય સ્થળો સાથે જોડવાની વિચારણા

દ્વારકા4 મહિનો પહેલા
 • કૉપી લિંક
ટુરિઝમ વિભાગની ટીમે સર્વે હાથ ધર્યો હતો. - Divya Bhaskar
ટુરિઝમ વિભાગની ટીમે સર્વે હાથ ધર્યો હતો.
 • શિવરાજપુર જવાના રસ્તાને 14 મીટર પહોળો કરાશે તેમજ બે એપ્રોચ રોડ પણ બનાવાશે
 • ટુરિઝમ વિભાગની ટીમે સ્થાનિક તંત્રને સાથે રાખી સ્થળનો સર્વે કર્યો
 • મુસાફરોના આવાગમનની સુવિધામાં વધારો થશે

દ્વારકા જિલ્લાનું શિવરાજપુર બીચ ને વધુ સુવિધા આપવા માટે ગુજરાત ટુરીઝમની ટીમ શિવરાજપુર પહોંચી હતી.શિવરાજપુર બીચ ઉપર જવા માટે બે રસ્તા નવા બનાવાશે જેની સરવે કામગીરી હાથ ધરાઈ હતી. ધરવામાં આવી. હાલના રોડ ૧૪ મીટર સુધી પહોળો કરી યાત્રાળુઓને આવવા જવાની સુવિધામાં વધારો કરવામાં આવશે તે સિવાય બીજા બે એપ્રોચ રોડ પણ આવતા દિવસોમાં નિર્માણ કરવામાં આવશે.

યાત્રાધામ દ્વારકાથી 11 કિલોમીટર દૂર આવેલ શિવરાજપુર બીચ ઉપર આ વર્ષે દિવાળી ના તહેવાર દરમિયાન હજારોની સંખ્યામાં માનવ મેદની આવી હતી ત્યારે ઓખા દ્વારકા હાઇવે અને શિવરાજપુર બીચ વચ્ચેના સાંકડા માર્ગ ને વધુ પહોળો કરવો પડશે તેવી જરૂરિયાત જણાતા આજે શિવરાજપુર બીચ ખાતે ગુજરાત ટુરીઝમની ટીમ અને દ્વારકાના ઈન્ચાર્જ મામલતદાર દ્વારા એક સર્વે હાથ ધરવામાં આવ્યો હતો .

હાલના જે પાકા રસ્તાને ૧૪ મીટર સુધી પહોળો કરી યાત્રાળુઓને આવવા જવાની સુવિધામાં વધારો કરવામાં આવશે તેવું ટુરિઝમ વિભાગના ડેપ્યુટી એક્ઝિક્યુટિવ એન્જિનિયર શ્યામલ પટેલ દ્વારા જણાવવામાં આવ્યું હતું. ભવિષ્યમાં સરકાર દ્વારા દરિયાઈ માર્ગે પણ શિવરાજપુર બીચ ઉપર જઈ શકાય તેવું પ્લાનીગ સરકાર કરી રહી છે તેવું એકઝીકયુટીવ એન્જીનીયર શ્યામલ પટેલ વધુમાં જણાવ્યું કે ભવિષ્યમાં શિવરાજપુર બીચ ને માત્ર જમીન માર્ગ નહીં પરંતુ દરિયાઈ માર્ગે પણ દ્વારકા તેમાં સૌરાષ્ટ્રના અન્ય સ્થળોને જોડવાની સરકારની વિચારણા ચાલી રહી છે.

દેવભૂમિ દ્વારકાને જમીન માર્ગ અને દરિયાઈ માર્ગથી પણ જોડવામાં આવશે
ભવિષ્યમાં દેવભૂમિ દ્વારકા પાસે આવેલા શિવરાજપુર બીચ ને માત્ર જમીન માર્ગ નહીં પરંતુ દરિયાઈ માર્ગે પણ દ્વારકા તેમાં સૌરાષ્ટ્રના અન્ય સ્થળોને જોડવાની સરકારની વિચારણા ચાલી રહી છે. - શ્યામલ પટેલ, ડેપ્યુટી એક્ઝિક્યુટિવ એન્જિનિયર, ટુરિઝમ વિભાગ.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

  વધુ વાંચો