તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

તડામાર તૈયારી:દ્વારકામાં કાલે સીએમ યાત્રાધામ વિકાસની ઘોષણા કરે તેવી સંભાવના, શિવરાજપુર બીચની મુલાકાતની શક્યતા

દ્વારકા2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સરકીટ હાઉસ પાસે ગ્રાઉન્ડમાં વિશાળ ડોમ બાંધવાનું કામ શરૂ

આગામી તા.31 ડીસેમ્બરના મુખ્યમંત્રી દ્વારકા આવી રહ્યા છે ત્યારે યાત્રાધામના વિકાસ માટે કોઇ જાહેરાત કરે તેવી શકયતા સેવાઇ રહી છે. જાહેરસભા માટે સરકીટ હાઉસ પાછળના ગ્રાઉન્ડમાં તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ હાથ ધરાઇ છે. મુખ્યમંત્રી શિવરાજપુર બીચની મુલાકાત લે તેવી પણ શકયતા છે.

રાજયના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી તા.31 ડીસેમ્બરના કચ્છ જીલ્લામાં કાર્યક્રમમાં હાજરી આપીને સીધા દ્વારકા આવી રહ્યા છે. તેઓ દ્વારકામાં રોકાણ કરી શિવરાજપુર બીચની પણ મુલાકાત લે તેવી શક્યતા છે. બે દિવસ પહેલા દ્વારકા કલેક્ટર નરેન્દ્ર કુમાર મીનાએ મુખ્યમંત્રીના કાર્યક્રમને લઈને સરકીટ હાઉસ પાસેના ગ્રાઉન્ડની મુલાકાત લીધી હતી. ત્યારપછી ગ્રાઉન્ડમાં મંડપ સહિતની વ્યવસ્થાની તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. મુખ્યમંત્રી દ્વારકાના વિકાસની કોઈ યોજનાની જાહેર કરશે તેમ જાણવા મળ્યું છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

    વધુ વાંચો