તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મુલાકાત:CM રૂપાણી 31મીએ, નીતિન પટેલ 29મીએ દ્વારકા આવશે

દ્વારકા2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • શિવરાજપૂર બીચ પર આજે બ્લુ ફ્લેગ હોસ્ટિંગ
 • તૈયારીઓનો ધમધમાટ શરૂ થઇ ગયો છે પણ પ્રાંત ઓફિસર કહે છે કે, હજુ સત્તાવાર નથી

રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી 31મી ડિસેમ્બરે અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ 28 ડિસેમ્બરે દ્વારકા આવે તેવી શક્યતા છે. આ માટે તંત્ર દ્વારા યુધ્ધના ધોરણે જરૂરી તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. જોકે, હજુ તેમનો સત્તાવાર કાર્યક્રમ આવ્યો ન હોવાનું દ્વારકાના પ્રાંત અોફિસર નિહાર ભેટારીયાએ જણાવ્યંુ છે. દરમિયાનમાં, દ્વારકા પાસે આવેલા શિવરાજપૂર બીચને બ્લુ બીચની માન્યતા મળતા 28 ડિસેમ્બર સોમવારે ત્યાં બ્લુ ફ્લેગ હોસ્ટિંગનું આયોજન પણ કરવામાં આવ્યું છે.

રૂપાણી અને પટેલના બે દિવસના અંતરે અલગ-અલગ સંભવિત કાર્યક્રમોને લઇને વહિવટી તંત્રમાં આશ્ચર્ય ફેલાયું છે અને આ મામલે અનેકવિધ તર્કવિર્તકો સાથે ચર્ચા ચાલી છે. જોકે, બે માંથી એકપણનો કાર્યક્રમ હજુ સત્તાવાર રીતે જાહેર થયો નથી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો