તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કામગીરી:દ્વારકાને 2025 સુધીમાં ટીબીના રોગથી મુક્ત કરવા અભિયાન

દ્વારકા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગંભીર પ્રકારના દર્દીઓની લેબોરેટરી તપાસ નિ:શુલ્ક થશે

દ્વારકાને 2025 સુઘીમાં ક્ષય રોગ મુક્ત કરવાના અભિયાનના ભાગરૂપે ઇન્ચાર્જ મુખ્ય જિલ્લા આરોગ્ય અઘિકારી તેમજ જિલ્લા ક્ષય અઘિકારીની અઘ્યક્ષ સ્થાને ડીઆર-ટીબી કમીટીની બેઠક યોજાઇ હતી. બેઠકમાં ગંભીર પ્રકારના ટીબીના દર્દીઓની લેબોરેટરીની નિ:શુલ્ક તપાસ સહિતની ચર્ચા થઈ હતી.

દ્વારકાને 2025 સુધીમાં ક્ષય મુક્ત કરવાના ભાગરૂપે ઇન્ચાર્જ મુખ્ય જિલ્લા આરોગ્ય અઘિકારી તેમજ જિલ્લા ક્ષય અઘિકારી ડૉ. આર. બી. સુતારીયાના અઘ્યક્ષ સ્થાને ખંભાળિયા જનરલ હોસ્પિટલમાં યોજાયેલી ડીઆર ટીબી કમીટીની બેઠકમાં જિલ્‍લામાં વહેલી તકે ટીબીના દર્દીઓ મળી શકે અને તેઓને ત્વરિત સારવાર તથા પોષણ યોજનાનો લાભ મળે અને ગંભીર પ્રકારના ટીબીના દર્દીઓને જરૂર પડીએ લેબોરેટરીની નિ:શુલ્ક તપાસ કરી દાખલ કરવાની સુવિઘા આપવાનું આયોજન કરવામાં આવ્યું છે.

ટીબીના દર્દીઓને દવાથી થતી આડઅસરો અને તેનું નિરાકરણ મળે તેની વ્યવસ્થા કરાઈ છે. બેઠકમાં ખંભાળિયા જનરલ હોસ્પિટલના સુપ્રિટેન્ડન્ટ ડૉ. હરીશ તથા ડૉ. પ્રકાશ ઘારવીયા, ડૉ.એલ.આર.કનારા, ડૉ.કેતન લીંબાચીયા હાજર રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...