તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
દ્વારકાના શિવરાજપુર દરિયાને બ્લુ બીચ જાહેર કરાતા સોમવારે જિલ્લા કલેકટર નરેન્દ્ર કુમાર મીના દ્વારા પ્રથમ વખત બ્લુ ફ્લે લહેરાવવામાં આવ્યો હતો. દરિયાનું સ્વચ્છ પાણી અને કિનારો, વિવિધતા સભર દરિયાઈ જીવ સૃષ્ટિ, ગોતા ખોરી એટલે કે સ્કુબા ડાઈવિંગની અનુકૂળતા, દરિયાઈ જીવસૃષ્ટિના ચાહકો સંશોધકો, યુવાન સાહસિકોને આકર્ષે એવી તમામ અનુકૂળતાઓને કારણે બીચને બ્લુ બીચની માન્યતા આપવામાં આવી છે.
બીચ પર સોમવારે યોજાયેલા વિશિષ્ટ કાર્યક્રમમાં કલેકટર ઉપરાંત પ્રાંત અધિકારી નિહાર ભેટારીયા તથા બીચનો સ્ટાફ હાજર રહ્યો હતો. આ પ્રસંગે કલેકટરે જણાવ્યું હતું કે, તહેવાર,રજા કે કોઈ ખાસ પ્રસંગને યાદગાર બનાવીને માણવો હોય તો લોકો આ શિવરાજપુર બીચ પર આવવાનું પસંદ કરે છે. ખુબ જ ટુંકાગાળામાં વિકાસ પામતું આ બીચ હજુ પણનવી ઉંચાઈ એ પહોંચશે અને વધુ થી વધુ અહી સહેલાણીઓ આવશે તથા તમામ પ્રકારની સુવિધાઓ ઉપલબ્ધ થશે. અત્રે ઉલ્લેખનીય છે કે, દ્વારકાનો શિવરાજપુર બીચ પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર છે.
પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.