ભાજપનો ભવ્ય વિજય:ઓખા નગરપાલિકાની કુલ 36 બેઠકમાંથી 34 બેઠક પર ભાજપનો ભગવો લહેરાયો

દેવભૂમિ દ્વારકા12 દિવસ પહેલા
  • કોંગ્રેસ માત્ર વોર્ડ નંબર 2 માં 2 બેઠક જીતવામાં સફળ રહી
  • ભાજપની જીત થતા કાર્યકરોમાં ઉત્સાહ

ઓખા નગરપાલિકાની ચૂંટણીનું આજે મંગળવારે પરિણામ જાહેર થયું છે. ઓખા નગરપાલિકામાં ભાજપે ભગવો લહેરાવ્યો છે. નગરપાલિકાની કુલ 36 બેઠકમાંથી 34 બેઠક પર ભાજપના ઉમેદવારોએ જીત મેળવી છે. જ્યારે કોંગ્રેસને માત્ર 2 બેઠક જ મળકા કોંગ્રેસનો સફાયો થયો છે.

ઓખા નગરપાલિકાની યોજાયેલી ચૂંટણીનું આજે મંગળવારે પરિણામ જાહેર થયું હતું. જેમાં ભાજપનો કેસરિયો લહેરાયો છે. નગરપાલિકાની કુલ 36 બેઠકમાંથી 34 બેઠક પર ભાજપના ઉમેદવારોનો ભવ્ય વિજય થયો છે. જ્યારે કોંગ્રેસને માત્ર 2 બેઠક પર જ જીત મળી છે. નગરપાલિકાના વોર્ડ નંબર 1 માં ભાજપને 4 બેઠક મળી છે. વોર્ડ નંબર 2માં ભાજપ અને કોંગ્રેસ બન્નેને 2-2 બેઠક મળી છે. આ ઉપરાંત વોર્ડ નં 4, વોર્ડ નંબર 7 અને 8ની તમામ બેઠકો પર ભાજપે કબજો કર્યો છે. ભાજપનો ભવ્ય વિજય થતા કાર્યકરોમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે.

અન્ય સમાચારો પણ છે...