ધર્મોત્સવ:યાત્રાધામ દ્વારકામાં ભાગવત કથાનો પ્રારંભ, ભાવિકો કૃષ્ણમય

દ્વારકા21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કાળીયા ઠાકોરની કર્મભૂમિમાં કોરોનાના મૃતકોના મોક્ષાર્થે વિવિધ સેવાભાવીઓ દ્વારા આયોજિત
  • સત્સંગ મંડળના નેજા હેઠળ જ્ઞાનયજ્ઞના પ્રથમ દિને શ્રોતાઓએ લાભ લીધો

યાત્રાધામ દ્વારકામાં સનાતન આશ્રમ ખાતે સત્સંગ મંડળના નેજા હેઠળ સેવાભાવિઓના સહકારથી સર્વ જ્ઞાતિ સમુહ સમૂહ અને કોરોના કાળના મૃતકોના મોક્ષાર્થે શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનો સોમવારથી પ્રારંભ થયો છે.તિર્થનગરીમાં ધર્મોત્સવના પગલે ભાવિકો પણ ભાવવિભોર બન્યા હતા.

દ્વારકાધીશ સત્સંગ મંડળ અને જિલ્લાની વિવિધ સેવાભાવી સંસ્થાઓ દ્વારા તા.3થી 9 જાન્યુઆરી સુધી સનાતન આશ્રમ દ્વારકા ખાતે સર્વ જ્ઞાતિ સમૂહ શ્રીમદ્દ ભાગવત સપ્તાહનુ આયોજન થયુ હતુ જેનો સોમવારે શ્રધ્ધાસભર પ્રારંભ થયો છે.

ખાસ કરી કોરોનાકાળમાં મૃત્યુ પામેલા મૃતકના મોક્ષાર્થે સર્વ જ્ઞાતિ સમૂહ શ્રીમદ્દ ભાગવત સપ્તાહ યોજાઇ છે. મોક્ષ નગરી દ્વારીકાની આ ભગીરથ કાર્યની સેવામાં સૌ ભાગીદાર થાય એવા આશયથી વિવિધ સમાજના આગેવાનો, સામાજિક આગેવાનો વગેરેની મિટિંગ પણ સમયાંતરે યોજાઇ હતી અને એક મહિનાથી તડામાર તૈયારીઓ કરાઇ હતી.

આ અંગે પાલભાઈ આંબલિયા અને વિજયભાઈ રાજ્યગુરુએ વિશેષમા જણાવ્યુ હતુ કે,કોરોનાકાળમાં મૃત્યુ પામેલા મૃતકોના મોક્ષાર્થે સર્વ જ્ઞાતિ શ્રીમદ્દ ભાગવત સપ્તાહનું આયોજન જે છે તે જે જે લોકોના સ્વજન કોરોનાકાળમાં મૃત્યુ પામ્યા છે તેમના પરિજન તેમના મોક્ષાર્થે માત્ર 101 રૂપિયા આપી પોથી નોંધાવી શકશે. જેમાં આવા યજમાન પણ અનેક શ્રદ્ધાળુ બન્યા છે. કથાકાર મગનભાઇ રાજ્યગુરૂ (બાપજી)ના વ્યાસાસને યોજાનાર આ શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયઝનુ રસપાન દરરોજ બપોરે 3.00 વાગ્યાથી 7.00 વાગ્યા સુધી થઇ શકશે તેમ પણ આયોજકોએ જણાવ્યુ છે.

અન્ય સમાચારો પણ છે...