તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દ્વારકામાં ગાંજાનું જંગલ:નાગેશ્વર રોડ પર મકાનના કમ્પાઉન્ડમાં જ જંગી વાવેતર કર્યુ, 62 કિલો સાથે ત્રણની ધરપકડ

દ્વારકા6 દિવસ પહેલા
  • કૉપી લિંક
અધધધ...ગાંજાનું આટલું જંગી વાવેતર જોઇને એસઓજી ટીમની આંખો પણ ચકરાઇ ગઇ - Divya Bhaskar
અધધધ...ગાંજાનું આટલું જંગી વાવેતર જોઇને એસઓજી ટીમની આંખો પણ ચકરાઇ ગઇ
  • સુકો ગાંજો અને લીલા છોડ સહિત રૂ.6.20 લાખના મુદામાલ સાથે વૃદ્ધ ઝબ્બે
  • અન્ય એક બનાવમાં કાલાવડથી માદક પદાર્થ વેચવા જામનગર આવતા 2 દબોચાયા

દ્વારકાના નાગેશ્વર રોડ પરના રાણેશ્વર વિસ્તારમાં પોલીસે એક રહેણાંક મકાનના મોટા ફળીયામાંથી ગાંજાનુ વાવેતર પકડી પાડી સુકો ગાંજો, લીલા છોડ સહિત રૂ.6.20 લાખના મુદામાલ સાથે વૃધ્ધ શખ્સને દબોચી લીધા હતા. આ સ્થળે રેઇડ કરી ત્યારે પોલીસની આંખો પણ ચકરાઇ ગઇ હતી. કારણ કે, અહિંયા તો જાણે ગાંજાનું આખું જંગલ જ ઉભું કરી દેવામાં આવ્યું હોય તેવો માહોલ હતો.

મોડી રાતે પોલીસે દરોડો પાડતા ચકચાર
દ્વારકાના નાગેશ્વર રોડ ઉપર આવેલા રાણેશ્વર વિસ્તારમાં આવેલ રામદેવપીરના મંદિરની બાજુમાં રહેતા બાલુભાઈ રાજાભાઈ ખાવડીયાના રહેણાંક મકાનમાં મોડી રાત્રે દરોડો પાડવામાં આવ્યો હતો. દરોડા વેળાએ સ્થળ પર પોલીસને મકાનના મોટા ફળીયામાં ગાંજાનુ વાવેતર કરવામાં આવ્યુ હોવાનુ ધ્યાને આવ્યુ હતુ. આથી પોલીસે રૂ. 5.67 લાખની કિંમતના ગાંજાના 56.786 ગ્રામ વજનના 43 લીલા છોડ, રૂ. 53,140/ ની કિંમતના પાંચ કિલો 313 ગ્રામ સુકો ગાંજો ઉપરાંત મોબાઈલ કબજે કર્યો છે. પોલીસે બાલુભાઇ ખાવડીયા (ઉ.વ. 70)ની અટકાયત કરી વધુ તપાસ માટે દ્વારકા પોલીસને સોંપ્યો છે. આ ઘટનાએ આખા યાત્રાધામમાં ચકચાર જગાવી હતી.

બાતમીને આધારે કરી કાર્યવાહી
દ્વારકા જીલ્લાના એસઓજીના ઈન્ચાર્જ પીઆઈ. જે.એમ. ચાવડા તથા પીએસઆઈ એ.ડી. પરમાર અને સ્ટાફ દ્વારા મોડી સાંજે ગ્રામ્ય પંથક સહિતના વિસ્તારમાં પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યુ હતુ ત્યારે પોલીસ ટીમને માદક પદાર્થ ગાંજાના સંગ્રહ વિશે ચોકકસ બાતમી મળતા પોલીસે દરોડો પાડયો હતો.

ગાંજાનો આરોપી
ગાંજાનો આરોપી

ગાંજાનો વેપાર માંડવો’તો એટલે વાવેતર કર્યુ
પ્રાથમિક પોલીસ પુછપરછમાં આરોપીએ અંગત સ્વાર્થ માટે આ કામ કર્યાનુ ખુલ્યુ હતુ.આરોપી રાજાભાઇ નિવૃત રેલ્વે કર્મચારી છે,નિવૃતિ બાદ અમુક નશાખોરોના રવાડે ચડી ગાંજો પીવાનુ શરૂ કર્યુ હતુ,પોતે પિતો અને અન્યને વેચવો હોવાથી હવે તેણે રહેણાંક મકાનના મોટા ફળીયામાં જ ગાંજાની ખેતી શરૂ કરી હોવાનું પોલીસ સમક્ષ કબુલ્યુ હતુ.

આરોપીને રિમાન્ડ પર લેવા માટે પોલીસની તજવીજ શરૂ થઈ, તપાસનો ધમધમાટ
હાલારમાં માદક પદાર્થની હેરાફેરીનો સિલસિલો યથાવત રહેતા દ્વારકાના નાગેશ્વર રોડ પરના રાણેશ્વર વિસ્તારમાં પોલીસે એક અન્નક્ષેત્રના રહેણાંક મકાનના મોટા ફળીયામાં ગાંજાનુ વાવેતર પકડી પાડી સુકો ગાંજો, લીલા છોડો સહિત 62 કિલો ગાંજા સહિત રૂ.6.20 લાખના મુદામાલ સાથે વૃધ્ધ શખ્સને દબોચી લીઘા હતા.જેની પ્રાથમિક પોલીસ પુછપરછમાં તેણે થોડા સમય પુર્વે ગાંજો રૂપેણબંદર ખાતે એક શખ્સ પાસેથી મેળવ્યો હતો જેના બીજનો ઉપયોગ કર્યો હોવાનુ ખુલ્યુ હતુ.પોલીસે પકડાયેલા શખ્સના રીમાન્ડની તજવિજ સાથે તપાસનો ધમધમાટ હાથ ધર્યો છે.

નાગેશ્વર રોડ ઉપર આવેલા રાણેશ્વર વિસ્તારમાં રહેતા બાલુભાઈ રાજાભાઈ ખાવડીયાના રહેણાંક મકાનમાં દરોડો પાડયો હતો. જે દરોડા વેળા પોલીસને મકાનના મોટા ફળીયામાં ગાંજાનુ વાવેતર કરાયું હતું. આથી પોલીસે રૂ. 5.67 લાખની કિંમતના ગાંજાના 56.786 ગ્રામ વજનના 43 લીલા છોડ, રૂ. 53,140 ની કિંમતના પાંચ કિલો 313 ગ્રામ સુકો ગાંજો ઉપરાંત મોબાઈલ કબજે કર્યો છે.સ્પેશ્યલ ઓપરેશન ગ્રૃપે બાલુભાઇ ખાવડીયા(ઉ.વ.70)ને સકંજામા લીઘા બાદ તેને દ્વારકા પોલીસને સોંપ્યો છે.

પોલીસે પકડાયેલા શખ્સની પ્રાથમિક પુછપરછ હાથ ધરી હતી જેમાં તેણે ગાંજો થોડા સમય અગાઉ રૂપેણ બંદર પાસેથી એક શખ્સ પાસે મેળવ્યો હતો જેમાંથી મળેલા બીજનો ઉપયોગ કર્યો હોવાનુ પોલીસ સમક્ષ કબુલ્યુ હતુ.પોલીસે પકડાયેલા શખ્સના કોવિડ રીપોર્ટની પ્રક્રિયા હાથ ધરી છે જયારે રીમાન્ડની તજવિજ સાથે સઘન તપાસ હાથ ધરી છે.