તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોનાની કારમી થપાટ:હાલારમાં વધુ એક કિશોરે કોરોનામાં મા-બાપની હુંફ ગુમાવી, હવે દ્વારકામાં મામાના ઘરે આશરો

દ્વારકા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 36 કલાકના સમયમાં જ પિતા બાદ માતાએ લીધા આખરી શ્વાસ

રાજયમાં કોરોના કાળ દરમિયાન માતા-પિતા ગુમાવનારને સહાય માટે સરકાર દ્વારા જાહેરાત થઇ છે.જોકે,હજુ કયાંક કયાંય યોગ્ય સર્વે હાથ ન ધરાયો હોવાનુ ચિત્ર ઉપસ્યુ છે.દેવભૂમિ દ્વારકા જિલ્લાના વધુ એક માસુમ કિશોરે કોરોનામાં માતા-પિતા ગુમાવ્યા હોવાનો બનાવ સામે આવ્યો છે.દ્વારકામાં હાલ મામાના ઘરે રહેતા ઘો.10ના મીઠાપુર પંથકના વિધાર્થીએ માત્ર 36 કલાકમાં જ પિતા બાદ માતાની પણ હુંફ ગુમાવી હોવાનુ સામે આવ્યુ છે. યાત્રાધામ દ્વારકામાં હાલ પોતાના મામા-મામીને ત્યાં રહેતા આલોકના માતા પ્રથમ કોરોના સંક્રમિત થતાં દ્વારકાનીહોસ્પિટલ બાદ જામનગર હોસ્પિટલ દાખલ કરાયા હતા.

ભાવનાબેનને ગત તા.01/05ના દાખલ કરાયા બાદ પાંચેક દિવસમાં આલોકના પિતા પ્રકાશભાઈને પણ કોરોના થયો હતો.જેમાં સારવારમાં પ્રકાશભાઈનું તા.8-5ના રાત્રે કોરોનામાં અવસાન થયા બાદ તા.10-5ના બપોરે આલોકે તેના માતા ભાવનાબેનને પણ ગુમાવ્યા હતા. પિતાના અવસાન બાદ માતાએ પણ માત્ર 36 ક્લાકના અંતરે અનંતની વાટ પકડી હતી. આલોક પ્રકાશભાઈ અને ભાવનાબેનનો એક માત્ર પુત્ર હતો.

માસુમએ કિશોર વયે તેના માતાપિતાની છત્રછાયા ગુમાવી છે.મુળ મીઠાપુરના સુરજકરાડી પંથકનો રહીશ આલોક હાલ પોતાના મામાને ત્યાં દ્વારકામાં રહેવા આવી ગયો છે.તેના મામાએ આલોક માટે સરકારને કોરોના સંદર્ભે મદદની ગુહાર લગાવી છે. જેથી આલોકનું ભવિષ્ય ઉજ્વળ બની શકે.અત્રે ઉલ્લેખનીય છે કે, યાત્રાધામ દ્વારકામાં રહેતા અન્ય એક માસૂમ બાળકે પણ કોરોના મહામારીમાં પોતાના માતા-પિતાની હુંફ ગૂમાવી હતી.

ધો.10નો વિદ્યાર્થી છે ભોગગ્રસ્ત કિશોર
હાલ આલોક નવ ધોરણ પાસ કરીને દસમાં ધોરણમાં આવ્યો છે, તેણે પોતાને સરકારી મદદ મળે તેવી યાચના રાજ્ય સરકારને કરી છે.હાલ સરકાર દ્વારા આવા બાળકો માટે યોજના લોંચ કરાઇ છે. જેના કારણે આલોક જેવા નિરાધાર બાળકો પોતાનું ભવિષ્ય ઉજ્જવલ બનાવી શકે.

અન્ય સમાચારો પણ છે...