તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ગૌરવ:દ્વારકાના ઝાંઝરી ગ્રુપની વધુ એક સિદ્ધિ, નૃત્ય, ગાયન, વાદન અને ચિત્રમાં રેકોર્ડ

દ્વારકા7 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઓનલાઈન 2000થી વધુ લોકોએ એક સાથે ભાગ લીધો, રેકોર્ડ ગાંધીજીને સમર્પિત કર્યો

દ્વારકામાં છેલ્લા 11 વર્ષથી ડાન્સ કલાસ ચલાવતા અને સાથે બીજી પણ ઘણી આર્ટને લાગતી પ્રવૃત્તિ કરાવતા, નેશનલ તથા ઇન્ટરનેશનલ શૉ કરી ચૂકેલા, તથા ઘણા એવોર્ડ જીતેલા એવા ઝાંઝરી કલ્ચર એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ, દ્વારકા. ફરી એક વખત વર્લ્ડ રેકોર્ડ સર્જ્યો છે. જે તા.30 જાન્યુ. 2021ના રોજ ગાંધી નિર્વાણના દિવસે ઓનલાઈન ગાંધીજીને સમર્પીત કર્યા હતા. જેમાં ગાયન, વાદન અને નૃત્યના માધ્યમથી અમદાવાદની સોશ્યિલ સંસ્થા રંગ સાગર પર્ફોર્મિંગ આર્ટસ દ્વારા આયોજીત કાર્યક્રમ માં ઓનલાઈન ભાગ લઈને દ્વારકાના ઝાંઝરી ગ્રુપના શ્વેતા ઠાકર, હિતેન ઠાકર, સિદ્ધિ દવે, હર્ષ ભૂંડીયા, મોસીન શૈખ, અને સુજીત કાપડી એ અદભુત પ્રદર્શન બતાવ્યું હતું.

આ પ્રયાસને વર્લ્ડ રેકોર્ડ ઇન્ડિયાએ સન્માન આપ્યું હતું હતુ. આ પહેલા પણ હિતેન ઠાકરના નામે એક વર્લ્ડ રેકોર્ડ છે. ઝાંઝરી ગ્રુપ દેશ વિદેશમાં પણ ખુબ નામ કર્યું છે, થાઇલેન્ડ ખાતે ઇન્ડિયાને રીપ્રેઝેન્ટ કરી ફેશન શોમાં પ્રથમ નંબર, નૃત્યમાં પ્રથમ, સંસ્કૃતિમાં પણ પ્રથમ નંબર મેળવ્યો છે. આ બધાનું પ્રદર્શન જોઈ ભાગ લીધેલ દેશોના મત અનુસાર “ડાયમંડ ઓફ એશિયા” નું બિરુદ પણ હાંસલ કરી દ્વારકાનું નામ રોશન કર્યું છે.

આ સંસ્થાના પ્રેણતા હિતેન તથા શ્વેતા ઠાકરએ દુબઇ તથા અબુથાબીમાં પણ દેશનું નામ રોશન કર્યું હતું. આ સંસ્થાના વિદ્યાર્થીઓને પણ નેશનલ એવોર્ડ વિનિંગ “હેલાંરો” ફિલ્મમાં સ્થાન મળેલું છે. સાથે ઘણા બધા નેશનલ તથા ઇન્ટરનેશન આલ્બમસ કરી ચૂકેલા છે.હસ્તે ઠાકર તેમના પિતાની જેમ એક ઉમદા પેન્ટર છે. દ્વારકાના મુખ્ય માર્ગો પર તેમની ચિત્રકલા જોઇ શકાય છે. ભગવાન દ્વારકાધિશના ચિત્રો બનાવી હિતેને ખુબ ખ્યાતિ પ્રાપ્ત કરેલ છે.

અન્ય સમાચારો પણ છે...