તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

ક્રાઇમ:દ્વારકાના સુરજકરાડીમાં વૃધ્ધા પર દુષ્કર્મનો પ્રયાસ કરનાર ઝડપાયો

દ્વારકાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મોઢાના ભાગે ચોરણી વિંટી પતાવી દેવાની કોશિષ કરી હતી

દ્વારકાના સુરજકરાડીમાં બસ સ્ટેશનમાં એકલવાયુ જીવન ગુજારતા વૃધ્ધા પર નરાધમ શખસે દુષ્કર્મનો પ્રયાસ ગુજારી ચોરણી વિંટી પતાવી દેવાનો પ્રયાસ કર્યો હતો.વૃધ્ધાના પુત્રએ ઘટના અંગેની પોલીસમાં જાણ કરતા પોલીસ ઘટનાસ્થળ પર દોડી ગય હતી.વૃધ્ધાને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા. ગણતરીની કલાકોમાં પોલીસે દુષ્કર્મનો પ્રયાસ કરનાર નરાધમને ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

દ્વારકાના મીઠાપુરના સુરજકરાડી બસ સ્ટેશનમાં એકલવાયું જીવન ગુજારતા વૃધ્ધાનો એકલતાનો ફાયદો ઉઠાવી દ્વારકાના સામળાસરનો જસરાજભા માણે (ઉવ.25)નામના નરાધમ શખસે રાત્રીના દુષ્કર્મનો પ્રયાસ કર્યા બાદ વૃધ્ધાની ચોરણી વડે ગળેટુંપો આી પતાવી દેવાની કોશીષ કરી હતી,પરંતુ તેમા શખસને સફળતા ન મળતા શખસ ત્યાંથી ભાગી છૂટ્યો હતો.જે અંગેની ભોગગ્રસ્ત વૃધ્ધાના પુત્રએ પોલીસમાં જાણ કરતા જ મીઠાપુર પોલીસનો સ્થળ પર દોડી આવ્યો હતો.વૃધ્ધાને પ્રાથમિક સારવાર માટે દ્વારકા સિવિલ હોસ્પિટલ ખસેડ્યા બાદ જામનગર હોસ્પિટલમાં રિફર કરાયા હતા.પોલીસે દુષ્કર્મનો ગુન્હો નોંધી આરોપી શખસને ગણતરીની કલાકોમાં ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજનો સમય સારો રહેશે. દૂર રહેતાં લોકો સાથે સંપર્ક બનશે. તથા માન-પ્રતિષ્ઠામાં વધારો થશે. અચાનક લાભની સંભાવના છે, એટલે હાથમાં આવેલાં અવસરને નજરઅંદાજ કરશો નહીં. નજીકના લોકો સાથે મેલજોલ વધશે. ...

વધુ વાંચો