તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વજ્રઘાત:દ્વારકામાં 8 વર્ષના બાળકે કોરોનામાં માતા અને પિતાની છત્રછાયા ગુમાવી

દ્વારકા11 દિવસ પહેલા
  • કૉપી લિંક
કોરોનામાં જનેતા-જન્મદાતાને ગૂમાવનાર બાળક - Divya Bhaskar
કોરોનામાં જનેતા-જન્મદાતાને ગૂમાવનાર બાળક
  • વૈશ્વિક મહામારી કોરોનાની ભેખે ચડ્યો દેવભૂમિ જિલ્લાનો મધ્યમ વર્ગનો પરિવાર
  • 20 દિવસમાં જ માસુમે સૌપ્રથમ માતા અને બાદમાં પિતાની હુંફ ખોઈ, તંત્ર આવ્યું વ્હારે

વૈશ્વિક મહામારી બની ચુકેલા કોરોનાની બીજી લહેરે અનેક પરિવારોના માળા વિખી નાખ્યા છે.જેમાં દ્વારકાના પણ મધ્યમ વર્ગીય પરીવાર પર વ્રજધાત થયો છે જેમાં 8 વર્ષના માસુમ બાળકે વીશ દિવસમાં જ સૌ પ્રથમ માતા બાદ પિતાની પણ હુંફ ગુમાવી છે.

યાત્રાધામ દ્વારકામાં રહેતા ભવ્ય (ઉ.વ.08) નામના માસુમ બાળક તેના માતા-પિતાને કોરોનામાં ગુમાવ્યા બાદ હાલ તેના અદા સાથે ભાડાના મકાનમાં રહે છે, ધોરણ 4 માં અભ્યાસ કરતા માસુમ તેજસ્વી વિધાર્થીએ માતા પિતા બન્નેની છત્ર છાંયા ગુમાવતા મધ્યમ વર્ગીય પરિવારનો માસુમ એકલવાયો બન્યો હતો. ભવ્યના માતા પન્નાબેનને કોરોના થતાં દ્વારકાની સિવિલ હોસ્પિટલ 12 કલાકની સારવાર બાદ વધુ સારવાર માટે જામનગરની જી જી હોસ્પિટલ ખાતે દાખલ કરાયા હતા.

થોડા દિવસ બાદ જ ભવ્યના પિતા નીતિનભાઈ પણ કોરોના સંક્રમિત થતાં તેમને પણ ખંભાળિયા જનરલ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા.જેમાં જામનગર રહેલા પન્નાબેનનું 7 દિવસ બાદ મૃત્યુ થયું હતું. જેની જાણ ભવ્યના પિતાને કરાઇ ન હતી.જે બાદ ખંભાળિયામાં નીતિનભાઈનું પણ નવ દિવસની સારવાર દરમ્યાન મૃત્યુ થયુ હતુ.

આમ, માત્ર ૨૦ દિવસના સમયગાળામાં ભવ્યએ પોતાના માતાપિતાની છત્રછાયા ગુમાવી હતી, તેના મોટાપપ્પા(અદા) જયસુખભાઈ ભાયાણીએ હાલ ભવ્યની જવાબદારી ઉપાડી છે. જયસુખભાઈ ભાડાના મકાનમાં રહી સોડા ભરવાનો વ્યવસાય કરી રહ્યા છે.

દંપતિને 21 વર્ષે મળ્યું હતું સંતાનસુખ
માસુમ ભવ્ય તેમના માતાપિતાનું એક માત્ર સંતાન છે.નીતિનભાઈ અને પન્નાબેનના 30 વર્ષના લગ્નજીવનના 21માં વર્ષે દંપતિને ત્યાં આ પુત્ર રત્નનો જન્મ થયો હતો,પણ માતાપિતા પુત્ર સાથે જીવન વિતાવે,તે પુર્વે તેઓ અનંતની વાટે ચાલી નિકળ્યા હતા.

દર માસે 4 હજારની સહાયની જાહેરાત
ભવ્યની પરિસ્થિતિનો ખ્યાલ આવતા કલેક્ટર ડો. નરેન્દ્ર કુમાર મીનાના આદેશથી પ્રાંત અધિકારી નિહાર ભેટારીયા ભવ્યને મળવા તેમના ધરે જઈ પરિસ્થિતિનો ખ્યાલ મેળવ્યો હતો,તંત્ર દ્વારા ભવ્યને દર માસે રૂપિયા ચાર હજાર આપવાનું જાહેર કર્યું હતું.જેથી આ બાળકને મદદ થઈ શકે.બાળ સુરક્ષા વિભાગ દ્વારા પણ આ બાળકની મુલાકાત લેવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...