તપાસ:કંપનીમાં કોકના બદલે કોલસો ધાબડી ઠગાઈ, આરોપીના રિમાન્ડ

દ્વારકાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • છેતરપિંડી પ્રકરણમાં પોલીસ દ્વારા ચોથા આરોપીની શોધખોળ
  • ત્રણ આરોપીના 2 દિવસના રિમાન્ડ મેળવી ઘનિષ્ઠ પૂછતાછ

દ્વારકાના કુરંગા ખાતે RSPL (ઘડી) કંપનીમાં છેલ્લા દોઠ વર્ષના ગાળા દરમિયાન કંપનીના અધિકારી-કર્મચારીઓની મીલીભગતથી લાખોની કિંમતનું સપ્લાય કૌભાંડ આચર્યાનું ઉજાગર થતા કંપનીના 4 કર્મી સહિતના સામે ફરીયાદ નોંધાઇ હતી.

દ્વારકા પાસે કુરંગા ગામે આવેલી આરએસપીએલ કંપની (ઘડી કંપની)માં જરૂરિયાત મુજબ કોલસો, કોક, મીઠું અને લાઇમસ્ટોનની ખરીદી કરવામાં આવે છે.જે તે સમયે કંપનીના આરએમએચએસ વિભાગના હેડ તરીકે કામ કરતા જનાર્દન ધીરેન્દ્ર રાજ્યગુરુ,હિતેશગર રામદતી,ખેરાજ નારૂ ગઢવી તેમજ વિશાલ મનુભાઇ રાણા સહિતના સામે કંપનીએ ખરીદ કરેલા કોકની જગ્યાએ કોલસો ધાબડી દઈ કંપની સાથે કરોડોની ઠગાઈ કર્યાની કંપની અધિકારી દ્વારા પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવાઇ હતી.

જેમાં કંપનીમાં કોકના બદલે કોલસો ધાબડી દઈ આશરે 25થી 30 ગાડીનું કૌભાંડ આચરવામાં આવ્યું હોવાનું જાહેર કરાયુ હતુ.આ સમગ્ર બનાવની ફરિયાદના આધારે પોલીસે જનાર્દન ધીરેન્દ્ર રાજ્યગુરુ, ખેરાજ નારુ જામ, વિશાલ મનુભાઈ રાણાની ધરપકડ કરી કોર્ટમાં રજુ કરાતા ત્રણેયના બે દિવસના રીમાન્ડ મંજુર થયા છે.આ પ્રકરણમા઼ ચોથો આરોપી હિતેશગર કુંવરગર રામદતીની શોધખોળ હાથ ધરાઇ છે.

અન્ય સમાચારો પણ છે...