તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યવાહી:કુરંગા સીમમાં યુવકની હત્યાના આરોપીના 3 દિવસના રિમાન્ડ

દ્વારકા12 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • લાકડી-પથ્થર કબજે, ઓળખ પરેડ કરાવાઈ, સાક્ષીએ ઓળખી બતાવ્યો

યાત્રધામ દ્રારકાના કુરંગા સીમ વિસ્તારમાં યુવાનની હત્યાના પ્રકરણમાં પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપીને પકડી પાડી તેના ત્રણ દિવસના રીમાન્ડ મેળવી સધન પુછતાછ હાથ ધરી છે.જયારે હત્યામાં વપરાયેલી લાકડી-પથ્થર કબજે કરીને આરોપીની ઓળખ પરેડ કરાવી હતી જેમાં સાક્ષીએ ઓળખી બતાવ્યો હતો.

યાત્રાધામ દ્રારકા-જામનગર હાઇવે પર કુરંગા ગામના સીમ પંથકમાંથી ગત સપ્તાહે એક યુવાનનો મૃતદેહ મળી આવ્યો હતો.જેમાં ટોલનાકા પર કામ કરતા આ મૃતક વાલાભાઇ રાયમલભાઇ હાથીયા(ઉ.વ. 30)નામના યુવકની શરીર પર બોથડ પદાર્થના ઘા ઝીંકી હત્યા નિપજાવ્યાનુ ખુલ્યુ હતુ. જેથીપોલીસે હત્યાનો ગુનો નોંધી જુદી જુદી દિશામાં તેના આરોપીની શોધખોળ હાથ ધરી હતી.

36 કલાકમાં હત્યાનો ભેદ ઉકેલી નાખતા પોલીસ તપાસમાં રામશી નામના શખ્સે લાકડી અને બોથડ પદાર્થનો ઘા ઝીંકી તેની હત્યા નિપજાવી હોવાનુ ખૂલ્યુ હતુ.પોલીસે આરોપી રામશીની અટકાયત કરી લીઘી હતી જેને કોર્ટમાં રજુ કરી ત્રણ દિવસના રીમાન્ડ મેળવી સધન પુછપરછ હાથ ધરી છે. પોલીસ પુછપરછમાં મૃતકે પત્ની વિશે અઘટિત માંગણી કરતા એકદમ ઉશ્કેરાટમાં આવી આરોપીએ તેનુ ઢીમ ઢાળી દિધુ હોવાની કેફિયત પણ આપી હતી. રીમાન્ડ પર રહેલા આરોપીની પોલીસે સધન પુછતાછ હાથ ધરતા હત્યામાં વપરાયેલો પથ્થર અને લાકડી ફેંકી દિધી હતી તે સ્થળ બતાવતા પોલીસે પુરાવારૂપે બંને કબજે કરી લીધી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો