પરિવારમાં ઘેરો શોક:દ્વારકાના શિવરાજપુર ફાટક પાસે ટ્રેન નીચે આવી જતા યુવકનું મોત

દ્વારકા5 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આપઘાત કે અકસ્માત તેનું કારણ હજુ અંકબંધ, પરિવારમાં ઘેરો શોક

દ્વારકાના શિવરાજપુર ફાટક પાસે અકસ્માતે રાજકોટ-ઓખા ટ્રેન હેઠળ આવી જતા આશાસ્પદ યુવાનનુ મૃત્યુ નિપજયુ હોવાનો બનાવ બહાર આવ્્યો છે. સુત્રોમાંથી પ્રાપ્ત માહિતી મુજબ રાજકોટથી ઓખા જતી ટ્રેનમાં ગુરૂવારે વહેલી સવારે આશરે પાંચથી સાડા પાંચ વાગ્યાના સુમારે દ્વારકાના વસઇ ગામમાં ખેતીકામ કરતા ધનાભા પોલાભા માણેક (ઉ.વ.31) નામના યુવક દ્વારકાના શિવરાજપુર ગામ ના રેલવે ફાટક નજીક અકસ્માતે ટ્રેન નીચે આવી જતા ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજયું હતું.

આ અકસ્માતની જાણ ટ્રેન ડ્રાઇવર દ્વારા દ્વારકા રેલ્વે પોલીસને કરવામાં આવતા આરપીએફ ટીમ ઘટના સ્થળે પહોંચી લાશનો કબજો સંભાળી સિવિલ હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ માટે મોકલીને યુવાનના કુટુંબીજનોને જાણ કરી હતી.આ બનાવ અંગે સ્થાનિક પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...