તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કરૂણાંતિકા:દ્વારકાના દરિયામાં ન્હાવા પડેલા યુવાનનું ડૂબી જતા મોત

દ્વારકાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
મૃતક યુવાન. - Divya Bhaskar
મૃતક યુવાન.

દ્વારકાના દરિયામાં રવિવારે નાહવા પડેલા લાલપુર તાલુકાના જશાપર ગામના યુવાનનું ડૂબી જતાં મોત નિપજયું છે. ફાયરના જવાનો, તરવૈયાઓ દ્વારા આઠ કલાકની શોધખોળ કરવા છતાં યુવાનનો મૃતદેહ મળ્યો ન હતો. 1 જૂન થી 31 ઓગસ્ટ દરિયામાં કરંટ હોવા છતાં પ્રવાસીઓ સ્નાન કરતા આ સમસ્યા પ્રર્વતી રહી છે.

કોરોના સંક્રમણ ઓછુ થતા લોકો ફરવા નીકળી પડ્યા છે. દ્વારકા જગતમંદિર ખુલતા, દર્શનની સાથે શિવરાજપુર બીચની મુલાકાત મોટી સંખ્યામાં લેતા થયા છે. દ્વારકા શિવરાજપુર બ્લૂ ફ્લેગ બીચના નિયમ અને સિઝન મુજબ 1 જૂન થી 31 ઓગષ્ટ સુધી બીચમા નહાવાની સખ્ત મનાઈ છે. કારણકે હાલ દરીયામાં ખુબ વધુ કરંટ હોય છે. જેના કારણે જીલ્લા કલેક્ટર દ્વારા દરીયામાં જવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. જાણકારી માટે એન્ટ્રી ગેટ ઉપર નોટીસ બોર્ડ લગાવ્યું છે અને બીચ સિક્યુરિટી ગાર્ડ દ્વારા ટૂરિસ્ટોને સમજાવવામાં પણ આવે છે. શિવરાજપુર બીચ પર જવાની મનાઈ નથી, પરંતુ દરિયા પાસે જવાની મનાઇ ફરમાવવામાં આવી છે. આમ છતાં ગાઇડલાઈનની અવગણના કરી લોકો જીવના જોખમે ન્હાવા પડે છે.

પરંતુ લોકોને દરિયાની સ્થિતિની ખબર હોતી નથી. આ સ્થિતિમાં રવિવારે દ્વારકાના દરિયામાં લાલપુર તાલુકાના જસાપર ગામનો 26 વર્ષનો આશાસ્પદ યુવાન રાજેશભાઇ જોગલ ન્હાવા પડયો હતો. પરંતુ તે દરિયાના પાણીમાં ગરક થઈ જતાં તેનું મૃત્યુ નિપજયું હતું. બનાવની જાણ થતાં દ્વારકા ફાયરના જવાનો, પોલીસ તંત્ર, હોમગાર્ડઝ તથા અન્ય તરવૈયા લોકો દ્વારા મૃત યુવાનની શોધખોળ હાથ ધરવામાં આવી હતી. પરંતુ આઠ કલાકની જહેમત બાદ પણ યુવાનનો મૃતદેહ મળ્યો ન હતો. મૃતક રાજેશ સારા તરવૈયા હોવા છતા તે દરિયામાં ડૂબી ગયો હતો.

અન્ય સમાચારો પણ છે...