તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આધાતજનક બનાવ:દ્વારકાના ધીંગણી ગામે કૂવામાં પડી જતા યુવાનનું મોત થયું

દ્વારકાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ટ્રેન હેઠળ આવી જતા યુવકનો પગ કપાઈ ગયો

દ્વારકામાં બે પરિવાર સાથે આધાતજનક બનાવ બન્યા હતા. જેમાં ધીંગણી ગામે કુવામાં પડી જતાં યુવકનું મોત નિપજયું છે. અન્ય બનાવમાં મીઠાપુરમાં ટ્રેન હેઠળ આવી જતાં યુવકનો પગ કપાઇ ગયો છે. ધીંગણી ગામના એક ખેતરમાં આવેલા કુવામાં સોમા માલા નાંગેશ( ઉ. વ.32) નામનો યુવાન પડી ગયો હતો. બનાવની જાણ થતાં દ્વારકા ફાયરબ્રિગેડ ટીમ ઘટના સ્થળે દોડી ગઇ હતી અને ભારે જહેમત બાદ યુવાનના મૃતદેહને કૃવામાંથી બહાર કાઢયો હતો. બનાવ અંગે દ્વારકા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

અન્ય બનાવામાં દ્વારકાના મીઠાપુરના ઉદ્યોગ નગરમાં રહી છુટક મજુરીકામ કરતા ગજુભા ધનાભા માણેક (ઉ.વ. 33) રેલ્વે ફાટક પાસે પાટા ઓળંગી રહ્યા હોય, ટ્રેન નીચે આવી જતા પગ કપાઇ ગયો હતો અને માથાના ભાગે ગંભીર ઇજા પહોચી હતી. આથી તેને 108 સેવા મારફત સારવાર અર્થે સીવીલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. જયાં ફરજ પરના ડોક્ટરોએ વધુ સારવાર માટે જામનગર રીફર કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

    વધુ વાંચો