તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઉમદા કામગીરી:ખંભાળિયાના મોટા અંબાલામાં 108ની ટીમે બચાવ્યો માતા અને નવજાત બાળકનો જીવ

દ્રારકા/ખંભાળિયા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
નવજાત શિશુને અપાઈ તાત્કાલિક સારવાર - Divya Bhaskar
નવજાત શિશુને અપાઈ તાત્કાલિક સારવાર
  • ઝાંખર પાટિયા પાસે અધુરા માસે જન્મેલા બાળકને જીવતદાન અપાયંુ

દ્વારકા જિલ્લાના ખંભાળીયા તાલુકાના મોટા આાબલા ગામના રહેવાસી ફીરોઝાબેન અકબર ભાઇ હલાણી નામના સર્ગભાને તા.23ના બપોરે 13ઃ30 વાગ્યે ડિલિવરીનો દુખાવો થતા 108 માં ફોન કર્યો હતો.ખંભાળિયા જામનગર હાઈવે પર જાખર ગામના પાટિયા નજીક ફરજ પરના 108 ના EMT( પેરા મેડિકલ) મનિષ પરમાર તથા પાયલોટ મિલન કેશવાલા સહિતની ટીમે સ્થળ પર પહોચી દર્દીની તપાસ કરતા મહિલાને સાડા સાત માસમાં અઘુરા મહિનાની પ્રસુતિની પીડા વધી જતા ડીલેવરી દર્દીના ઘરે પર જ કરાવવી પડે એમ હોવાથી ડિલેવરીકરાવી હતી.

જે ફક્ત 1.5 કિલોના વજનના બાળકના ગળામાં ગર્ભ નાળ વીંટાયેલસ હોય તેથી બાળક સિરિયસ હોય, હદયના ધબકારા ઓછા અને હૃદય પણ ઠંડુ પડી ગયેલુ જણાતા વિલંબ કર્યા વગર કુત્રિમ શ્વાસ આપ્યા બાદ બાળકે શ્વાશ લીધો હતો અને ફરીથી હદયના ધબકારા ચાલુ થયા હતા.આમ, નવજાતબાળકને પુનર્જીવન આપ્યું હતું.ત્યારબાદ બાળક અને માતાને ખંભાળિયાની જનરલ હોસ્પિટલ લઇ જવાયા હતા, ત્યાં માતા અને બાળકને દાખલ કરાવ્યા હતા. માતા અને બાળકની તબિયતમાં સુધારો જોવા મળ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...