ભૂમિપૂજન:ખંભાળિયામાં દોઢ કરોડના ખર્ચે અદ્યતન રોડ બનશે, પાલિકા હસ્તકના ચાર રસ્તાથી ખામનાથ પુલ સુધી રોડનું ખાતમુહૂર્ત

દ્વારકાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
ખાતમૂહુર્ત  કરતા પૂનમબેન માડમ - સાંસદ - Divya Bhaskar
ખાતમૂહુર્ત કરતા પૂનમબેન માડમ - સાંસદ

ખંભાળિયા નગરપાલિકા દ્વારા શહેરમાં કરોડોના ખર્ચે નવા વિકાસ કામોનું આયોજન થઈ રહયું છે જે પૈકી દોઢ કરોડના ખર્ચે નિર્માણ પામનાર સીસી રોડનું ખાતમૂહુર્ત સાંસદ પૂનમબેન માડમના હસ્તે યોજાયું હતું. શાસ્ત્રોક્તવિધિ સાથે ભૂમિપૂજન કરી કાર્યનો પ્રારંભ પૂનમબેન માડમે કરી તક્તીનું અનાવરણ કર્યું હતું.

જે કાર્યક્રમમાં પાલિકા પ્રમુખ ભાવનાબેન પરમાર, ઉપપ્રમુખ જગુભાઈ રાયચુરા, કારોબારી ચેરમેન હીનાબેન આચાર્ય સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી વિકાસ યોજના અંતર્ગત 865 મી.ની લંબાઈ તથા ડિવાઈડર-ડ્રેનેઝ સિસ્ટમ સાથેનો અદ્યતન રોડ બનશે.

અન્ય સમાચારો પણ છે...