તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

અકસ્માત:દ્વારકામાં ફરસાણની દુકાનમાં ગેસનો બાટલો લિકેજ થતાં આગ ભભૂકી ઊઠી

દ્વારકાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ફાયર બ્રિગેડે આગને કાબૂમાં લેતાં મોટી જાનહાનિ ટળી , દુકાનદાર-સ્ટાફનો બચાવ

દ્વારકાના તીનબતી ચોકમાં આવેલ એક ફરસાણની દુકાનમાં ગેસનો બાટલો લીકેઝ થતા આગ લાગી હતી. આગથી ક્ષણિક નાસભાગ મચી ગય હતી.ઘટનાની જાણ થતા જ ફાયર વિભાગની ટીમ સ્થળ પર દોડી આવી હતી.આગ પર સમયસર કાબુ મેળવતા મોટી જાનહાની ટળી હતી. દ્વારકાના તીનબત્તી ચોકમાં આવેલી ભગવતી ફરસાણ નામની એક દુકાનમાં ગેસનો બાટલો લીકેઝ થતા અચાનક દુકાન ભડભડ બળવા લાગી હતી.આગ લાગતા દુકાનદાર તથા સ્ટાફ દુકાન બહાર નીકળી જતા જાનહાની ટળી હતી.દુકાનની અંદરનો સામાન બળીને ખાખ થયો હતો. દુકાન દ્વારકાના મુખ્ય ચોકમાં આવેલ છે. પરંતુ કોરોના મહામારીના કારણે ખાસ ભીડ ન હોવાથી અન્ય નુકશાન થતા બચ્યુ હતું. આગ લાગતા લોકો એકઠા થયા હતા અને દ્વારકા ફાયર બ્રિગેડને ફોન કરતા ફાયર જવાનો આવી આગ પર કાબુ મેળવી લીકેજ બાટલો હસ્તગત કર્યો હતો.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- તમે તમારા વિશ્વાસ તથા કાર્ય ક્ષમતા દ્વારા સ્થિતિઓ વધારે સારું જાળવી રાખવાનો પ્રયાસ કરો અને સફળતા પણ પ્રાપ્ત થશે. કોઇ પ્રકારનો પ્રોપર્ટી સંબંધી જો કોઇ મામલો અટવાયેલો છે તો આજે તેના ઉપર તમારું...

વધુ વાંચો