તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અરેરાટી:કલ્યાણપુરના જુવાનપર નજીક ટ્રક અને બાઈક વચ્ચે ટક્કર, પ્રૌઢનું મૃત્યુ

દ્વારકા11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ખંભાળિયાથી ભાટિયા ધોરીમાર્ગ પર સર્જાયેલો જીવલેણ અકસ્માત
  • ટ્રક ચાલક ફરાર થયો, અકસ્માત બાદ વાહનમાં આગ ભભૂકતા ફાયરે બુઝાવી

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા-ભાટીયા ઘોરીમાર્ગ પર જુવાનપુર પાટીયા પાસે ટ્રક અને બાઇક વચ્ચે સર્જાયેલી ભિષણ ટકકરમાં ગંભીર રીતે ઘવાયેલા હાબરડીના ખેડુત પ્રૌઢનુ મૃત્યુ નિપજયુ હતુ.જયારે અકસ્માતમાં વાહન સળગી ઉઠતા ફાયરે આગ બુઝાવી હતી.પોલીસે નાશી છુટેલા ટ્રક ચાલકની શોધખોળ હાથ ધરી છે.

પોલીસસુત્રોમાંથી મળતી વિગત મુજબ કલ્યાણપુર તાલુકાના હાબરડીમાં રહેતા ખેડૂત ડાડુભાઇ જીણાભાઈ બાબરીયા (ઉ.વ. 55)નામના પ્રૌઢ તેનુ બાઇક લઇ નંદાણા-ભાટીયા ગામે બેંકના કામ અર્થે ગયા હતા, જયાંથી તેઓ પરત આવી રહયા હતા.ત્યારે હરિયાવાડ-હાબરડી વચ્ચેના માર્ગ પર જુવાનપુર પાટીયા પાસે રોડ પર પુરપાટ દોડતા ટ્રકે બાઇક સહિત ઠોકરે ચડાવતા અકસ્માત સર્જાયો હતો જેમાં ગંભીર ઇજાગ્રસ્ત ડાડુભાઇનુ ઘટના સ્થળ પર જ મૃત્યુ નિપજયુ હતુ.

જયારે અકસ્માત સર્જી ટ્રક ચાલક નાશી છુટયો હતો,બીજી તરફ ભિષણ ટકકર બાદ વાહનમાં આગ લાગી હતી જેની જાણ થતા ફાયર ટીમે દોડી જઇ આગને કાબુમાં લીઘી હતી. બનાવની જાણ થતા પીએસઆઇ ફરીદાબેન ગગનીયા સહિતની ટીમ તુરંત સ્થળ પર દોડી ગઇ હતી અને મૃતદેહને પીએમ અર્થે ખસેડયો હતો.

આ બનાવ અંગે મૃતકના પુત્ર કાનાભાઈ ડાડુભાઈ બાબરીયાએ પોલીસમાં ફરિયાદ નોંધાવતા ટ્રક ચાલક વિરુદ્ધ ગુન્હો નોંધી પોલીસે તેની શોધખોળ સાથે વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...