તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અરેરાટી:દ્વારકાના કોરાડા સીમમાં 4 બહેનોના એકના એક ભાઇએ ફાંસો ખાધો

દ્વારકા16 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • માતા-પિતા ગુમાવી ચુકેલા તરૂણે વાડીએ ઝાડ સાથે દોરડુ બાંધી જીવન લીલા સંકેલી
  • કોરાડામાં અગમ્ય કારણોસર તરૂણે ગળાફાંસો ખાઇ જીવન ટુંકાવ્યું

દ્વારકાના કોરાડા સીમમાં રહેતા સતર વર્ષીય તરૂણે અગમ્ય કારણોસર ઝાડ સાથે દોરડુ બાંધી ગળાફાંસો ખાઇ આયખું ટુંકાવી લીઘુ હોવાનો બનાવ સામે આવ્યો છે.પિતાની છત્રછાયા ગુમાવી ચુકેલા અને ચાર બહેનોના એકના એક ભાઇ એવા તરૂણના આત્મઘાતી પગલાથી અરેરાટી વ્યાપી છે.

દ્વારકા નજીક કોરાડા ગામની સીમમાં એક ખેતરમાં છુટક મજુરીકામ કરી જીવનનિર્વાહ કરતો રાજમલ નાથાભાઈ ખરા (ઉ.વ. 17) નામના તરૂણએ એક ખેતરમાં ઝાડ સાથે દોરડુ બાંધી ગળેફાંસો ખાઇ આપઘાત કર્યો હતો.આ યુવાન દ્વારકાની એક હોટલમાં કામ કરતો હતો. અને તે ખુબ નાની ઉંમરનો હોય ત્યારે તેમની માતાનું અવસાન થયું હતું. બાદમાં તેના પિતાનું અવસાન થતા ચાર બહેનો તથા રાજમલ નોંધારા થયા હતા. જેથી આ પાંચેય બાળકોને કોરાડા રહેતા તેના મામાએ ઉછેર કર્યો હતો. પરંતુ રાજમલ સાતમ આઠમ કરવા માટે મામાના ધરે કોરાડા આવેલ, ત્યા ગામની સીમમાં આવેલ એક ખેતરમાં ગળેફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. આ બનાવની જાણ થતા દ્વારકા પોલીસ પીએસઆઇ અમીત ચાવડા તથા ટીમ ધટના સ્થળે પહોચી લાશનો કબ્જો લઈ પોસ્ટમોર્ટમ માટે ખસેડી હતી.

અન્ય સમાચારો પણ છે...