તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

શિક્ષણ:બોર્ડના 5101 છાત્રો પરીક્ષા આપશે,  મુખ્ય મથક ખંભાળિયામાં ઘો.12ની પરીક્ષા માટે આયોજન ઘડાયું

દ્વારકા19 દિવસ પહેલા
  • કૉપી લિંક

દ્વારકા જિલ્લામાં આગામી તા.15મી જુલાઇથી 28મી જુલાઇ સુધી યોજાનારી ઘો.10 અને ઘો.12ની બોર્ડ પરીક્ષા માટે જિલ્લા સમાર્હતાના માર્ગદર્શન હેઠળ જિલ્લા શિક્ષણ તંત્ર દ્વારા આયોજન ઘડવામાં આવ્યુ છે.દ્વારકા જિલ્લામાં ધો.12ની બોર્ડની પરીક્ષા જિલ્લા મથક ખંભાળીયા ખાતે યોજવાનું આયોજન કરાયું છે. ધો.12 સામાન્ય પ્રવાહ માટે જીવીજે હાઈસ્કૂલ, એમ.જી. દત્તાની ગર્લ્સ સ્કૂલ, નવચેતન હાઈસ્કૂલ, પંચમ ડ્રીમ સ્કૂલ તથા આર.એન વારોતરિયા, શિવમ, વિજય હાઈસ્કૂલ વિગેરે છે. જ્યારે ધો.12 વિજ્ઞાન પ્રવાહ માત્ર એસ.એન ડી.ટી. હાઈસ્કૂલમાં જ છે.

જ્યારે ધો-10 બોર્ડની પરીક્ષા જિલ્લાના તમામ તાલુકા સ્થળે નક્કી કરેલા કેન્દ્રોમાં લેવાશે.ધો. 10માં ખંભાળીયા, મીઠાપુર, ભાણવડ, દ્વારકા, ભાટિયા, વાડીનાર વગેરે 22 સ્થળે પરીક્ષા માટે આયોજન કરાયુ છે. જિલ્લામાં લેવાનારી બોર્ડ પરીક્ષાના સંદર્ભમાં તમામ કેન્દ્રો પર પોલીસ બંદોબસ્ત સહિતની વ્યવસ્થા તમામ સ્થળે સીસીટીવી અને સરકારી પ્રતિનિધિ નિમવા આયોજન કરાયું છે.

જિલ્લા શિક્ષણાધિકારી ભાવસિંહ વાઢેરએ જણાવ્યું હતું કે ધો.12માં સામાન્ય પ્રવાહમાં 1584 તથા વિજ્ઞાન પ્રવાહમાં 89 તથા ધો.10માં 3428 છાત્રો સાથે 5101 છાત્રો કુલ પરીક્ષા આપશે. તમામ બિલ્ડીંગો સી.સી.ટી.વી. થી સજ્જ છે. કલેક્ટર મુકેશ પંડ્યા દ્વારા સંવેદનશીલ પરીક્ષા કેન્દ્રો પર એસ.ડી.એમ. મામલતદાર જેવા અધિકારીને ચેકીંગ પણ કરવા વ્યવસ્થા કરાઈ છે.

4 કાઉન્સેલિંગ સેન્ટર બનાવાયા
​​​​​​​દ્વારકા જિલ્લાના ધો.10, 12 બોર્ડના છાત્રોને પરીક્ષા સંદર્ભમાં કાઉન્સેલિંગ માટે ચાર જગ્યાએ સેન્ટરો ઉભા કરાયા છે. જેમાં ખંભાળીયામાં વિજય હાઈસ્કૂલમાં, કલ્યાણપુરમાં મોટા આસોટા હાઇસ્કૂલમા, ભાણવડમાં ઘેલાણી સરકારી હાઈસ્કૂલ , દ્વારકામાં વજશીભાઈ ગોમીયા હિરજી બાપા હાઈસ્કૂલમાં 14-7થી 28-7 સુધી સવારના 7થી રાત્રીના 8 સુધી કન્ટ્રોલ રૂમ પણ કાર્યરત રહેશે.

અન્ય સમાચારો પણ છે...