તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રોષની લાગણી:દ્વારકા પાલિકા સંચાલિત શાળાના 50 શિક્ષકો 6 માસથી પગાર વિહોણા, પાલિકા પાસે સ્વભંડોળ ઉપલબ્ધ ન હોવાથી પગાર ન થયા હોવાનો ખુલાસો

દ્વારકા4 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • નગરપાલિકા આર્થિક તંગીનું બહાનુ બતાવતા શિક્ષકોમાં ભારે રોષની લાગણી ફેલાઈ

દેવભૂમિ દ્વારકામાં નગરપાલિકા સંચાલિત ત્રણ શાળામાં જે હંગામી ધોરણે 50 જેટલા શિક્ષકો ફરજ બજાવી રહ્યા છે.તે તમામ શિક્ષકોના છેલ્લા છ મહિનાથી પગાર ન થતા શિક્ષકોમાં ભારે કચવાટ જાગ્યો છે. તો બીજી બાજુ પાલિકા તંત્ર પાસે હાલ સ્વભંડોળ ઉપલબ્ધ ન હોવાથી પગાર ન થયો હોવાની કબુલાત આપી છે. દેવભૂમિ દ્વારકામાં નગરપાલિકા સંચાલિત એનડીએચ પ્રાથમિક વિભાગ અને એનડીએચ માધ્યમિક વિભાગ તથા ડીએનપી ઇગ્લિશ મીડિયમ શાળા સહિત ત્રણે શાળામાં 50 જેટલા શિક્ષકોની પાલિકા દ્વારા હંગામી ધોરણે ભરતી કરવામાં આવી છે.જે તમામ શિક્ષકોને પાલિકા તંત્ર દ્વારા સ્વંભંડોળમાંથી પગાર ચુકવવામાં આવે છે.

પરંતુ લોકડાઉન બાદ છ માસથી 50 જેટલા શિક્ષકોને પગાર ન ચુકવાતા હાલ શિક્ષકો કોરોના મહામારીમાં આર્થિક મુશ્કેલીમાં મુકાય ગયા છે. આર્થિક તંગીનુ બહાનું બતાવતી નગરપાલિકા દ્વારા છેલ્લા છ માસથી પાલિકાના કર્મચારીઓ તેમજ પાલિકા સંચાલિત ત્રણેય શાળાના શિક્ષકોના પગાર કરવા માટે અલગ અલગ માપદંડ કે ધોરણ અપનાવતું હોવાનો ઘાટ ઉપસ્થિત થયો છે.

બેઠકમાં નિર્ણય કરી ઘટતું કરાશે
શિક્ષકોના પગાર ન થવાનું કારણ આ તમામ શિક્ષકો હંગામી ધોરણે છે.જેથી સરકારમાંથી પગારની રકમ આવતી નથી.આ તમામ શિક્ષકોના પગાર સ્વભંડોળમાંથી કરવામાં આવે છે.પરંતુ હાલ ભંડોળ ન હોવાથી તથા જ્યારનું લોકડાઉન શરૂ થયુ છે ત્યારથી કોઇ પાસેથી ફીના નાણા ઉધરાવેલ નથી.તેમ છતા આ બાબતે મીટીંગમાં નિર્ણય લઈ આ બાબતે ધટતું કરવાનો પ્રયાસ કરશું. - ચેતન ડુડીયા, ચીફ ઓફીસર, દ્વારકા નગરપાલિકા

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

  વધુ વાંચો