તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સ્થાનિક ગુના શોધક શાખાનો દરોડો:દ્વારકાના ચરકલા પાસે બોક્સાઈટ ભરેલા 3 ટ્રક કબજે, 33.85 લાખનો મુદ્દામાલ સીઝ

ખંભાળિયાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રોયલ્ટી, પાસ કે તંત્રની પરવાનગી વગર ચાલતું ખનીજનું પરિવહન પકડી પાડ્યું
  • રૂા.3.85 લાખનો ખનિજનો જથ્થો અને ત્રણેય ટ્રકો સીઝ કરાતા ખળભળાટ, ખાણ-ખનીજ વિભાગને જાણ કરાઈ

દેવભૂમિ દ્વારકા તાલુકાના ચરકલા નજીક સ્થાનિક ગુના શોધક શાખાની ટીમે બાતમીના આધારે વોચ ગોઠવી ગેરકાયદે બોકસાઇટના જથ્થા સાથે પરિવહન કરતા ત્રણ ટ્રકો પકડી પાડી રૂ.3.85 લાખનો ખનિજનો જથ્થો અને ટ્રકો મળી રૂ.33.85 લાખનો મુદામાલ કબજે કર્યો હતો.જે મુદદે હવે ખાણ ખનિજ વિભાગ દ્વારા કાર્યવાહી હાથ ધરાશે.

પોલીસસુત્રોમાંથી મળતી વિગત અનુસાર દેવભૂમિ દ્વારકા એલસીબીના પીઆઇ જેએમ ચાવડાના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ એસ.વી. ગળચર પોતાના સ્ટાફના માણસો સાથે કલ્યાણપુર અને દ્વારકા પંથકમાં પેટ્રોલીંગ કરી રહયા હતા જે વેળાએ પોલીસ ટુકડીને કલ્યાણપુર પંથકના મેવાસા-વીરપુર ગામની સીમમાં જુદા જુદા ટ્રકો મારફતે બોકસાઇટની ગેરકાયદે રોયલ્ટી, પાસ કે ખનિજ વિભાગની મંજુરી વગર પરીવહન થતુ હોવાની તેમજ ચરકલા પાસેથી ઉકત ટ્રકો પસાર થવાના હોવાની બાતમી મળી હતી જેના આધારે પોલીસે ત્વરીત ધસી જઇ વોચ ગોઠવી બોકસાઇટ ભરેલા ત્રણ ટ્રકને રોકી લીઘા હતા.

જેમાં જુદા જુદા નંબર વાળા ત્રણ ટ્રકો ગેરકાયદે બોકસાઈટનો જથ્થો ભરી નીકળતા તેના ચાલકોની પોલીસ પુછપરછ દરમિયાન તેઓની પાસે કોઈ આધાર પુરાવો કે રોયલ્ટી પાસ કાગળો ન હોય, જેથી પોલીસે ત્રણેય ટ્રક સહિત અંદર ભરેલો ગેરકાયદે બોક્સાઈટનો જથ્થો કબ્જે કર્યો હતો. આ કાર્યવાહી દરમ્યાન પોલીસે બોકસાઈટનો આશરે 77 ટન જથ્થો જેની કી.રૂ.3,85,000 તથા ત્રણેય ટ્રકો જેની કિંમત રૂ.30 લાખ મળી કુલ રૂપિયા 33,85,000ની માલમત્તા કબ્જે કરી આ બનાવ અંગે કાર્યવાહી હાથ ધરી છે. ખાણ ખનિજ વિભાગને જાણ કરાયાનુ સુત્રોએ જણાવ્યુ હતુ.

અન્ય સમાચારો પણ છે...