તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પોલીસનું ઓપરેશન:દ્વારકામાં કુખ્યાત સિકલીગર ગેંગના 3 આરોપી ઝબ્બે

દ્વારકા2 મહિનો પહેલા
  • કૉપી લિંક
ત્રિપૂટી જામનગરમાં હોવાની બાતમી મળતા પોલીસ ત્રાટકી - Divya Bhaskar
ત્રિપૂટી જામનગરમાં હોવાની બાતમી મળતા પોલીસ ત્રાટકી
  • ગુજરાતના અનેક જિલ્લામાં 34 ઘરફોડી કરનાર શેરસિંગ સકંજામાં આવી ગયાે
  • દ્વારકામાં ગુનો આચરે તે પહેલા જ પકડાયા: ટેકનિકલ સર્વેલન્સ, સીસીટીવીના આધારે પોલીસે ભેદ ઉકેલ્યો

છેલ્લા કેટલાક દિવસથી દ્વારકા જિલ્લાના દ્વારકા પોલીસ સ્ટેશન તથા કલ્યાણપુર પોલીસ સ્ટેશનના ઘરફોર તથા બાઈક ચોરીઓ બની હતી. દ્વારકા પોલીસના પીએસઆઇ ચાવડા, પો. હેડ કોન્સ્ટેબલ નરેશભાઇ, મુકેશભાઇ તથા કુલદિપસિંહ જાડેજાને દ્વારકા પંથકમાં સિકલીગર ગેંગ કાર્યરત થઇ હોવાની જાણકારી મળી હતી. આ જાણકારીના માધ્યમથી સિકલીગર ગેંગના ત્રણ સભ્યો શેરસિંગ ઉર્ફે સુરજસિંગ રણજીત સિંગ ખીચ્ચી, (ઉ.વ.36), સતપાલસિંગ સતનામસિંગ ટાંક, (ઉ.વ.33) તથા જસપાલસિંગ સંતોકસિંગ જુણી, (ઉ.વ.19) જામનગર હોવાની બાતમી મળતા, આ ત્રણેય આરોપીને દબોચી લીધા હતા.

દ્વારકા તથા કલ્યાણપુરમાં ઘરફોડ ચોરી કરનાર ત્રણેયની ગેંગને દ્વારકા પોલીસે કુલ 49000ના મુદ્દામાલ સાથે ઝડપ્યા હતા. બનાવની વિગત મુજબ તારીખ ચોવીસ તથા પચ્ચીસ એપ્રિલ ના રાત્રિ દરમ્યાન દ્વારકાના મુરલીધર ટાઉનશિપ અને જલારામ સોસાયટી ખાતે ઘરફોડ ચોરીના બનાવ બન્યા હતા અને તે અંગે દ્વારકા પોલીસ સ્ટેશન ખાતે ગુન્હા રજીસ્ટર થયેલ હોય અને તે બાબતે દ્વારકા જિલ્લા ડીવાયએસપી ચૌધરીના માર્ગદર્શન હેઠળ દ્વારકા પોલીસ પીએસઆઇ એ.આઇ.ચાવડાએ ટીમ સાથે મળી સિકલિગર ગેંગને ટેકનિકલ સરવેલન્સની મદદથી અને સીસી કેમેરાને આધારે દ્વારકા પોલીસ સ્ટેશને ચોરીનો ભેદ ઉકેલી અને આ ત્રણ શખસોને ઝડપી કોરોના ટેસ્ટ કરાવી, જે ટેસ્ટ નેગેટિવ આવતા અટક કરી છે.

તસ્કર ત્રિપૂટી દ્વારકા પોલીસની હિરાસતમાં આવી ગઈ

1 આરોપી અગાઉ પણ પકડાઈ ચૂક્યો છે
ત્રણ આરોપીમાંના એક આરોપી શેરસિગ આગાઉ ગુજરાતભરમાં અનેક જગ્યાએ થયેલ 34 જેટલી ચોરી અને લૂંટફાટ આ ગુન્હાઓમાં પકડાયેલ છે. ત્યારે વધુ એક ગુન્હાખોરી આચરે તે પહેલાં જ દ્વારકા પોલીસે ત્રણેય આરોપીને ઝડપી, ત્રણેય આરોપી સામે રીમાન્ડ મેળવી, આ શીવાયના કોઇ ગુન્હાઓમાં સામેલ છે કે કેમ તેની આગળની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...