સામાજિક કાર્ય:રાવલમાં કોળી સમાજનો 22મો સમૂહ લગ્નોત્સવ, 47 નવદંપતિઓએ પ્રભુતામાં પગલા માંડ્યા

દ્વારકા6 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પૂર્વ ધારાસભ્યએ આશીર્વાદ પાઠવ્યા, મહેમાનોની સંખ્યા નિયંત્રીત કરાઇ

દેવભૂમિ દ્વારકા જિલ્લાના જામ રાવલ ખાતે કોળી સમાજનો 22મો સમુહ લગ્નોત્સવ યોજાયો હતો. પૂર્વ ધારાસભ્ય પબુભા માણેકની ઉપસ્થિતિમાં યોજાયેલ આ સમૂહ લગ્નોત્સવમાં 47 નવ દંપતીઓએ પ્રભુતામાં પગલાં પાડયા હતા.

કલ્યાણપુર તાલુકાના જામરાવલ ખાતે કોળી સમાજ દ્વારા 22મો સમૂહલગ્નોત્સવ યોજાયો હતો. કોવિડ ગાઈડલાઈનના પાલન માટે સમૂહલગ્ન સમિતિ દ્વારા બપોર પહેલા અડધા સમૂહ લગ્ન કરાવ્યા હતા અને બપોર બાદ બાકી રહેતા નવ દંપતિઓની લગ્ન વિધિ કરાવી મહેમાનોની સંખ્યા નિયંત્રિત કરવામાં આવી હતી.

આ સમૂહ લગ્નના મુખ્યદાતા દ્વારકા કલ્યાણપુરના પૂર્વ ધારાસભ્ય પબુભા માણેક સમગ્ર આયોજનમાં હાજર રહી નવદંપતિઓને આશીર્વાદ પાઠવ્યા હતા. સમૂહ લગ્ન સમિતિના પ્રમુખ રાણાભાઈ દ્વારા કરાયું હતુ ઉપરાંત ઢોલ શરણાઈના શુરે પબુભા માણેકનું સ્વાગત કરાયું હતું.

આ પ્રસંગે પૂર્વ ધારાસભ્ય અને મુખ્યદાતા પબુભા માણેક, તેમના પુત્ર સહદેવસિંહ માણેક અને ધરણાત ચાવડાએ ખાસ હાજરી આપી હતી.

અન્ય સમાચારો પણ છે...